ભૂજ, તા. ૯
છેલ્લા ૧૮ વર્ષથી અબોલ પશુ-પક્ષીની સેવામાં પોતાના જીવનની સેવાનો ધુણો અવિરત જલતો રહે છે. તેવા ‘મારાજ’ તરીકે પ્રખ્યાત એવા જયેશ રામજી ગોર છેલ્લા ૧૮ વર્ષથી ગાય, કુતરા, પક્ષી વગેરેને સવારથી સાંજ સુધી તેમની સેવાની જ્યોત આજે ૧૯ વર્ષમાં પ્રવેશી છે. આ વ્યક્તિ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી આ સેવાની જ્યોત જલતી રાખી છે. ‘મારાજ’ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે અબોલ જીવોનો ઘેરો તેમની પાસે પહોંચી આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી આ સેવા કરી રહ્યા છે. ત્યારે તેમને અભિનંદનની વારસાદ મળી રહી છે. દરરોજનો ૩થી ૪ કલાકનો સમય અબોલ જીવો પાછળ ખર્ચી રહ્યા છે. તેવી વાત ભૂજના શ્રમજીવી મારાજને ખાનગી લકઝરી બસમાં કલીનર તરીકે જીવનનર્વાહ કરી રહ્યા છે. કુતરાને રોટલીને પક્ષીને ચણ, ગાયને ઘાસ વગેરે તેમને યોગદાન મળી રહ્યાં છે. એમને અમુક દાતા દ્વારા તેમને દર મહિને નિયમિત દાન મળી રહે છે. તેવું મારાજે જણાવેલ છે હાલે અધિકમાસને રમઝાન જેવા આ મહિનામાં સેવાથી એક નવી જોમ ઉભી થઈ છે. જેના થકી તેમની આ સેવા જ્યોત પ્રજવલિત છે. જેમાં કામસ ચાકી, ઝહીર સમેજા અને ઉમેશ આચાર્યની હુંફ મળી છે.