(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૮
ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો.રાહુલ ગુપ્તા દ્વારા રાજ્યની બાર જેટલી ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ બનાવવા માટે વીડિયો કોન્ફરન્સ (વેબીનાર) થકી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. રાહુલ ગુપ્તા ઉપરાંત ઇન્ડેક્ષ્ટ-બીના એમડી નીલમ રાની તથા ગુજરાત સરકારના એમએસએમઇ કમિશનર રણજીથકુમાર તથા રાજ્યભરની ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં એસજીસીસીઆઇના પ્રમુખ કેતન દેસાઇએ નવી ઔદ્યોગિક નીતિ માટે ઘણા મહત્ત્વના સૂચનો રજૂ કર્યા હતા. આ મિટીંગમાં સૌથી મહત્વનો મુદ્દો કે હાલમાં એમએસએમઇની જે પેન્ડીંગ સબસિડી છે તે અંગે તેમણે રાજ્યના એમએસએમઇ કમિશનરને પ્રશ્ન કર્યો હતો. જેના પ્રતિઉત્તરમાં કમિશનરે જણાવ્યું હતું કે, લગભગ એક કે બે દિવસમાં ૧૮૦૦૦ જેટલા એકમોની રૂપિયા ૭૯૦ કરોડની સબસિડી રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે નવી ઔદ્યોગિક નીતિ માટે મહત્વના સૂચનો રજૂ કર્યા હતા.
૧૮ હજાર એકમોની રૂા.૭૯૦ કરોડની સબસિડી રીલિઝ કરાશે : એમએસએમઈ કમિશનર

Recent Comments