(એજન્સી) તા.૯
૧૯૭૨માં જો બાઈડેન ઇતિહાસમાં પાંચમાં સૌથી નાની વયે સેનેટર બન્યા હતા અને હવે ૧૯૨૦માં તેમણે ઓવલ ઓફિસમાં બેસનારા સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્ર પ્રમુખ બનીને તેમણે ફરીથી ઇતિહાસ સર્જ્યો છે. બાઈડેનના અંગત જીવન અને રાજકીય કારકિર્દીમાં કરુણાંતિકા અને વિજય બંને તેમને અનુસર્યા છે. તેમણે એક કાર અકસ્માતમાં પોતાના પ્રથમ પત્ની અને નવજાત પુત્રી ગુમાવી હતી. તેમના પુત્રનું બ્રેઇન કેન્સરમાં અવસાન થયું હતું. તેમણે કારકિર્દીમાં પણ નિષ્ફળતા જોઇ હતી અને અગાઉ રાષ્ટ્ર પ્રમુખ બનાવાના તેમના બે પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા પરંતુ જીવન અને રાજનીતિ બંનેમાં બાઈડેન દરેક શક્યતામાં માને છે અને આ જ શક્યતા તેઓ અમેરિકા અંગે જુએ છે એવું તેમણે પ્રમુખ પદે વિજેતા જાહેર થયાં બાદ પોતાના વિજય ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું. જો બાઈડેને સૌૈપ્રથમ વખત ૧૯૮૮માં ડેલાવેરમાંથી પ્રમુખ પદની ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું પરંતુ તેમણે પોતાના ભાષણમાં જેમને ટાંક્યાં હતાં તે બ્રિટીશ લેબર પાર્ટીના નેતા નીલ ઇનોપને યશ આપવાનું ભૂલી ગયા હતા. તેમના પર સાહિત્યિક ચોરીનો આરોપ લાગ્યો હતો અને તેમને પીછેહઠ કરવી પડી હતી. બાઈડેન ફરીથી ૨૦૦૮માં બરાક ઓબામા સામે પ્રમુખ પદ માટે ઊભા રહ્યાં હતાં. ઓબામાનો વિજય થયાં બાદ તેઓ તેમના ઉપરાષ્ટ્રપ્રમુખ બન્યાં હતાં. ૨૦૧૫માં તેમના સૌથી મોટા પુત્રનું બ્રેઇન કેન્સરમાં મોત થયું હતું અને આથી તેમણે ૨૦૧૬માં પ્રમુખ પદની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ૨૦૨૦ની ચૂંટણી પૂર્વે બાઈડેનની સૌથી મોટી પૌત્રી નાઓમી બાઈડેન તેમના માટે એક મોટા સમર્થક તરીકે ઊભી રહી હતી. રાષ્ટ્ર પ્રમુખ બનવાનું સપનુ જોનાર ડેલાવેરથી આવનારા આ દિગ્ગજ નેતા બાઈડેનને મોટી સફળતા ત્યારે મળી જ્યારે તેમણે દ.કેરોલીનાની ડેમોક્રેટીક પાર્ટી પ્રાઇમરીમાં ૨૯ ફેબ્રુ.એ પોતાના તમામ હરીફોને મહાત કરીને રાષ્ટ્ર પ્રમુખ પદની હોડમાં સ્થાન મેળવવામાં કામિયાબ રહ્યાં. આમ જો બાઈડેનની ૫૦ વર્ષની યાત્રા પ્રેરણાદાયી રહી છે.