(એજન્સી) નવી દિલ્હી, તા.૮
૧૯૮૪ના નવેમ્બરમાં થયેલ શીખ વિરોધી રમખણો દરમ્યાન કાનપુરમાં પણ ઘણા શીખોની હત્યા થઈ હતી. આ રમખાણોને ૩૩ વર્ષ થઈ ગયા. પણ હજી પણ રમખણોની તપાસમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવાઓ સામે આવી રહ્યા છે. માત્ર કાનપુરની વાત કરીએ તો ઘણા બધા ક્ષેત્રોમાં ડઝનો શીખો રમખાણોના શિકાર થયા, પણ હમણા સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. કેટલીક જગ્યાઓ પર વગર એફઆઈઆરએ વળતરની રકમને આપી દેવામાં આવી. સુપ્રીમકોર્ટમાં પણ આ સુનાવણી પડતર છે. કોર્ટે બુધવારે થયેલ સુનાવણીમાં સ્પષ્ટ કર્યું કે ૧૧ ડિસેમ્બરે કેન્દ્ર અને યુપી સરકારે હમણા સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો સીલબંધ રિપોર્ટ રજૂ કરે. એટલે કે વળતર કેટલાને અને કોને મળી. અખિલ ભારતીય રમખાણ પીડિત રાહત કમિટીએ આ અંગે પુરાવાઓ ભેગા કર્યા છે. કમિટીના અધ્યક્ષ કુલદીપ સિંહ ભોગલ મુજબ કાનપુરના કાકાદેવ વિસ્તારમાં ૧પ શીખોની હત્યા થઈ હતી. આની નોંધ આરટીઆર અરજી પર સરકારના જવાબ પર હોય છે. પણ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં ૧૯૮૪માં ઓક્ટોબરના છેલ્લા દિવસ અને નવેમ્બર દરમ્યાન હત્યાનો એક પણ કેદ દાખલ નથી, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કહે છે કે સમાન રેકોર્ડમાં હત્યાની ધારામાં કોઈ કેસ દાખલ નથી. શીખ વિરોધી કેસ દાખલ છે. તો એ પણ રમખાણો કરવાની ધારાઓમાં દાખલ છે. પોલીસ કહે છે કે એફઆઈઆર નથી જ્યારે જિલ્લા રમખાણો રાહતના નોડલ ઓફિસરનો રિપોર્ટ કહે છે કે હા એ રમખણોમાં ૧પ શીખો માર્યા ગયા હતા. હવે નિર્ણય સરકાર અને અદાલતને કરવાનો છે કે ગેરરીતિ ક્યાં છે અને કોણ કરી રહ્યું છે. અહિંયા પરિસ્થિતિ એવી છે કે એક પરિવારના ૧૧ લોકોની હત્યા થઈ. સિદ્ધુ પરિવારના આ સભ્યોની હત્યાના અપરાધમાં કોઈ એફઆઈઆર દાખલ નથી. વગર એફઆઈઆર એ છ મૃતકોના પરિજનોને પાંચ લાખનું વળતર આપવામાં આવ્યું છે. આ વળતરની રકમ પર બે ભાગ કરીને આપવામાં આવી છે. જેમાં પહેલી વાર સાડા ત્રણ લાખ રૂપિયા અને પછીથી દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ મામલાની તપાસમાં લાગેલા અખિલ ભારતીય રમખાણો પીડિત રાહત કમિટીના અવતારસિંહ હિતે કહ્યું કે શીખ ભાવનાઓને દુભાવી રાજનીતિ તો ભાજપે પણ કરી. કેન્દ્ર અને રાજ્યમાં હવે ભાજપ સરકાર છે. ન કોઈ એસઆઈટી બની અને ન તો ગેરરીતિની હજી સુધી તપાસ શરૂ થઈ. અકાલી નેતા કુલદીપસિંહ ભોગલનું કહેવું છે કે આ એક શહેરના બે પોલીસ સ્ટેશનોની સચ્ચાઈ છે. એવા ઘણા શહેરો અને શેરીઓ છે જ્યાં મોત અને ડરનો આતંક રહ્યો છે. સજાના નામ પર ૩૩ વર્ષમાં હમણા સુધી કંઈ ન હતું થયું. સરકાર કોંગ્રેસની આવી કે ભાજપની. અમારી પાર્ટી આજ આશાએ સરકારની સાથે રહી કે કંઈ કરશે. પણ હમણાં સુધી માત્ર પોકળ દાવાઓ અને વાયદાઓ કર્યા છે. ઉત્તરપ્રદેશની સરકારી રેકોર્ડ મુજબ ર૦૧૬ સુધી ૧ર૭ લોકોની ૧૯૮૪ના રમખાણોમાં માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. ૧૧પને વળતર મળ્યું. અને બાકી લોકો હમણા સુધી ભટકી રહ્યા છે. અથવા નિરાશ થઈ ચૂક્યા છે. તેમની એફઆઈઆર દાખલ ન થઈ અથવા રેકોર્ડને નષ્ટ કરવામાં આવ્યો.