(એજન્સી) મોસ્કો, તા. ૧૨
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે મેં ૨૦૧૪ માં એક પ્રવાસી વિમાનને તોડી પાડવાનો આદેશ ાપ્યો હતો. પુતિને આ વાત રવિવારે એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કહી. પુતિને કહ્યું કે મને લાગી રહ્યું હતું કે વિમાનમાં બોમ્બ છે અને રશિયન શહેર સોચીમાં થનારી વિન્ટર ઓલિમ્પિક રમતોને નિશાન બનાવનાર હતી. ડોક્યુમેન્ટરમાં પુતિને કહ્યું કે ૭ ફેબ્રુઆરી ૨૦૧૪ માં સોચી રમતની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સુરક્ષા અધિકારીઓનો ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે યૂક્રેનથી ઈસ્તંબુલ જનાર વિમાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે અને અપહરણકારોએ આ વિમાનને સોચીમાં ઉતારવાની વાત કહેતા હતા. આ વિમાનમાં ૧૧૦ પ્રવાસીઓ હતા અને તેમાના એકની પાસે બોંબ હતો. પુતિને આગળ કહ્યું કે મેં સુરક્ષા અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો તો મને કહેવામાં આવ્યું કે આવી સ્થિતિમાં વિમાન તોડી પાડવાનું ઠીક રહેશે. થોડી વાર પછી પુતિન પર ફરી વાર ફોન આવ્યો કે બોમ્બની ખબર ખોટી હતી અને તેણે દારૂ પીધો હતો.