નવી દિલ્હી,તા.૧૬
ભારતીય ક્રિકેટ ટીમમાં યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સહેવાગ જેવા શ્રેષ્ઠ અને પ્રતિભાવાન ખેલાડીઓને કરિયરના અંતિમ તબક્કામાં જે સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં. આ વાત ખૂદ ભારતીય ટીમમાં પરત ફરવાની આશા સેવતા ક્રિકેટ સુરેશ રૈનાએ કરી છે. ઈન્સ્ટાગ્રામ ચેટ પર સુરેશ રૈનાએ એ સમયના પસંદગીકારોને આડેહાથ લીધા હતા અને આ વાત કહી હતી.
૨૦૧૯ના વિશ્વકપ પહેલાંની વાતને ટાંકતા સુરૈશ રૈનાએ કહ્યું કે, એનસીએમાં યુવરાજ અને મેં યો-યો ટેસ્ટ પાસ કરી હતી. માત્ર પાસ નહોતી કરી પણ સારા નંબર પણ લીધા હતા. આમ છતાં વિશ્વકપમાં અમને સ્થાન ન મળ્યું. આ ઘટના પાછળ શું કારણ છે એ મને બતાવવામાં નથી આવ્યું. મને લાગે છે કે પસંદગીકારો સિનીયર ખેલાડીઓને લઈ ગંભીર નથી. રૈનાએ વધુમાં કહ્યું કે, પસંદગીકારોને અમારી ભૂલો બતાવવી જોઈએ. જેથી અમે આગળ એ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી શકીએ. પણ અમને ટીમમાં પસંદ ન કરવાનું કારણ જ નહીં ખબર પડે તો અમે કેવી રીતે ખૂદને સાબિત કરીશું.
૨૦૧૯ વિશ્વકપ માટેની યો-યો ટેસ્ટ પાસ કર્યો હોવા છતાં કેમ ન મળ્યું સ્થાન..?

Recent Comments