(એજન્સી) મુંબઇ,તા.૧૬
કોવિડ-૧૯ની મહામારીને પગલે આ વર્ષની વિજય હઝારે ટ્રોફી, દુલીપ ટ્રોફી અને દેવધર ટ્રોફી ટુર્નામેન્ટ રદ કરવી જોઈએ અને એની જગ્યાએ જે વધુ સમય મળે એમાં પૂર્ણ સ્તરની રણજી ટ્રોફી તથા સૈયદ મુશ્તાક અલી ટી-ટ્‌વેન્ટી ટુર્નામેન્ટ રાખવી જોઈએ, એવું ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્‌સમૅન અને ડોમેસ્ટિક ક્રિકેટના બેટ્‌સમેનોમાં બેતાજ બાદશાહ વસીમ જાફરે કહ્યું હતું. ડોમેસ્ટિક સિઝન ઓગસ્ટમાં શરૂ થવાની છે, પણ દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ હજી વધી રહ્યું હોવાથી ક્રિકેટ બોર્ડે હજી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે.