(એજન્સી) તા.૮
૩૧, અપર-મિડલ અને હાઇ ઇનકમ ધરાવતાં દેશોમાં ૨૦૨૦માં અપેક્ષા કરતાં ૨.૮૦ કરોડ (૨૮ મિલિયન) કરતાં વધુ જીવન વર્ષો ગુમાવી દીધાં છે એવું એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. આ અભ્યાસ અનુસાર તાઇવાન, ન્યુઝીલેન્ડ, ડેન્માર્ક, આઇસલેન્ડ, નોર્વે અને દ.કોરિયા સિવાય તપાસવામાં આવેલ અન્ય તમામ દેશોમાં ૨૦૨૦માં અપેક્ષા કરતાં વધુ અકાળે મૃત્યુ થયાં હતાં અને મૃત્યુદર મહિલાઓ કરતાં પુરૂષોમાં વધુ હતો. ખાસ કરીને રશિયા, બલ્ગેરિયા, લિતુઆનિયા અને અમેરિકામાં અકાળે મૃત્યુનો સૌથી વધુ ઊૅંચો દર જોવા મળ્યો છે. માનવ જીવન પર મહામારીની માપી શકાય એવી અસરો માટે હજુ લાંબો સમય લાગશે પરંતુ ગુમાવેલ વધારાના જીવન વર્ષો (યર ઓફ લાઇફ લોસ્ટ)નું સતત અને સમયસર મોનિટરીંગથી વધારાના મૃત્યુના સ્ત્રોતને જાણવામાં સહાયભૂત થશે એવું યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના નઝરુલ ઇસ્લામ સહિતના સંશોધકોએ જણાવ્યું હતું. વાયએલએલ હેઠળ મૃત્યુની સંખ્યા અને ક્યા વર્ષે મૃત્યુ થયું એ બંનેનું માપન કરવામાં આવે છે અને તેના કારણે વસ્તી પર કોવિડ-૧૯ની અસરોનું વધુ વિસ્તૃત મૂલ્યાંકન શક્ય બને છે. બીએમજે જરનલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અભ્યાસ માટે આ માપનનો ઉપયોગ કરીને ટીમ હવે જીવનની આયુષ્યમાં થયેલ બદલાવ તેમજ ૨૦૨૦માં તમામ કારણોસર ગુમાવેલ જીવનના વધારાના વર્ષોનો અંદાજ નિર્ધારીત કરનાર છે. તેમણે ૩૭ અપર-મીડલ અને હાઇ ઇનકમ દેશોમાં ૨૦૦૫થી ૧૯ના ઐતિહાસિક પ્રવાહો પર આધારીત જેની અપેક્ષા હતી તેની સાથે ૨૦૨૦માં ગુમાવેલ જીવન વર્ષો અને જીવન આયુષ્યની તુલના કરી હતી. ૨૦૦૫થી ૨૦૧૯ દરમિયાન તમામ દેશોમાં મહિલાઓ અને પુરુષો બંનેમાં જીવનના આયુષ્યમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ૨૦૨૦માં ન્યુઝીલેન્ડ, તાઇવાન અને નોર્વે સિવાય તમામ દેશોમાં પુરુષો અને મહિલા બંનેના જીવનના આયુષ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જીવન આયુષ્યમાં (વર્ષોમાં) સૌથી વધુ ઘટાડો રશિયામાં જોવા મળ્યો હતો (પુરુષોમાં -૨.૩૩ અને મહિલાઓમાં ૨.૧૪), અમેરિકામાં (પુરુષોમાં -૨.૨૭ અને મહિલાઓમાં -૧.૬૧), બલ્ગેરિયામાં (પુરુષોમાં -૧.૯૬ અને મહિલાઓમાં -૧.૩૭), લિથુએનિયામાં (પુરુષોમાં-૧.૮૩ અને મહિલાઓમાં-૧.૨૧), ચીલીમાં ( પુરુષોમાં -૧.૬૪), અને સ્પેનમાં (મહિલાઓમાં -૧.૧૧ ) જોવા મળ્યો છે.