(એજન્સી) બેઇજિંગ,તા.૨૫
આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે એક ચીની ફાર્માસ્યુટિકલ કંપનીએ કહ્યું છે કે ૨૦૨૧ સુધીમાં યુએસ સહિત દુનિયાભરમાં વેચાણ માટે કોરોના વાયરસની રસી તૈયાર થઈ જશે.
જીૈર્હફટ્ઠષ્ઠના સીઈઓ યિન વેઇડોંગે અમેરિકામાં ર્ઝ્રર્િહટ્ઠફટ્ઠષ્ઠને વેચવા માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અરજી કરી છે. મનુષ્યોમાં રસી પરીક્ષણનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. યિને કહ્યું કે તેમણે વ્યક્તિગત રીતે ખુદ પ્રાયોગિક રસી લીધી છે. યિને કહ્યું કે શરૂઆતમાં અમારી વ્યૂહરચના ચીન અને વુહાન માટે રસી બનાવવાની હતી. જૂન અને જુલાઈમાં તરત જ અમે અમારી વ્યૂહરચનાને સમાયોજિત કરી, જો કે હવે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો સામનો કરી રહેલા લોકો માટે ઉપલબ્ધ કરાવાની છે. આપને જણાવી દઈએ કે કોરોના વાયરસનો પ્રકોપ ચીનના વુહાન શહેરથી શરૂ થયો હતો.
તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય વિશ્વને રસી આપવાનું છે જેમાં યુ.એસ., ઇયુ અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. યુ.એસ., યુરોપિયન યુનિયન, જાપાન અને ઓસ્ટ્રેલિયાના કડક નિયમોએ ચીનની રસીઓના વેચાણને અટકાવી દીધું છે. જોકે, યિનને આશા છે કે નિયમોમાં ફેરફાર કરીને બધાને રસી આપવી શક્ય છે.
જીૈર્હફટ્ઠષ્ઠ સરકારની માલિકીવાળી જીૈર્હઁરટ્ઠદ્બિની સાથે ચીનની રસી વિકસિત કરતી ટોચની ચાર કંપનીઓમાંની એક છે. બ્રાઝિલ, તુર્કી અને ઇન્ડોનેશિયામાં ર્ઝ્રર્િહટ્ઠફટ્ઠષ્ઠના શરૂઆતી પરીક્ષણોમાં ૨૪,૦૦૦ થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. સિનોવાક કંપનીએ રસીના પરીક્ષણ માટે એ દેશોને પસંદ કર્યા છે જયાં ગંભીર પ્રકોર, મોટી વસતી અને મર્યાદિત સંશોધન અને વિકાસ ક્ષમતા હતી.