નવી દિલ્હી,તા.૧૬
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ ૯ ફેબ્રુઆરીથી ૨૬ માર્ચ દરમિયાન ભારતમાં રમાશે. આ ક્રિકેટ વર્લ્ડકપની ૧૩મી આવૃત્તિ હશે અને ભારત પહેલી વાર સ્વતંત્રરૂપે યજમાની કરશે. આ પહેલા ભારતે ૩ વાર (૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં) વર્લ્ડકપની યજમાની કરી હતી. જોકે ત્રણેય વખતે ભારતે પાડોશી દેશ સાથે મળીને યજમાની કરી હતી. ૧૯૮૭માં ભારત અને પાકિસ્તાને, ૧૯૯૬માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ, જ્યારે ૨૦૧૧માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશે યજમાની કરી હતી. આવતા વર્લ્ડકપમાં ૨૦૧૯ના વર્લ્ડકપની જેમજ વર્લ્ડની ટોપ-૭ ટીમો + હોસ્ટ ભારત ટૂર્નામેન્ટમાં સીધો ભાગ લેશે, જયારે અન્ય ૨ દેશ ક્વોલિફાય કરીને સ્થાન મેળવશે.
ઇંગ્લેન્ડે સૌથી વધુ ૫ વાર વર્લ્ડકપની યજમાની કરી છે. તેઓ ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩, ૧૯૯૯ અને ૨૦૧૯માં હોસ્ટ રહ્યા હતા. ૧૯૭૫ અને ૧૯૭૯માં તેમણે સ્વતંત્રરૂપે યજમાની કરી હતી, જયારે ૧૯૮૩, ૧૯૯૯ અને ૨૦૧૯માં તેમણે આયર્લેન્ડ, નેથરલેન્ડ્સ, સ્કોટલેન્ડ અને વેલ્સ સાથે સંયુક્તપણે યજમાની કરી હતી. ૧૯૮૭માં પહેલી વાર ક્રિકેટ વર્લ્ડકપ ઇંગ્લેન્ડની બહાર, ભારત અને પાકિસ્તાનમાં રમાયો હતો.
૨૦૨૩ના વર્લ્ડકપમાં ભારત પહેલી વાર સ્વતંત્રરૂપે યજમાની કરશે

Recent Comments