(એજન્સી) તા.૩
સોમવારે ગ્લાસગો ખાતે કોપ-૨૬ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જન હાંસલ કરશે. ક્લાયમેટ ચેન્જ વાતચીતને જેઓ નવા છે તેમના માટે નેટ ઝીરો એ એક એવો તબક્કો છે કે જે પર્યાવરણીય શબ્દકોષમાં સામાન્ય બની ગયો છે. નેટ ઝીરો અથવા કાર્બન ન્યૂટ્રલનો અર્થ થાય છે કે હવે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસમાં ઉમેરો થશે નહીં. હજુ ગઇકાલ સુધી ભારત એક માત્ર ઉત્સર્જક દેશ હતો જેણે નેટ ઝીરો હાંસલ કરવા માટે કોઇ સમયમર્યાદા નિર્ધારીત કરી ન હતી. ગ્લાસગો ખાતે ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં પાંચ મોતી એટલે કે પંચામૃત જાહેરાતો કરતા મોદીએ શૂન્ય ઉત્સર્જનનો લક્ષ્યાંક માટેની વૈશ્વિક માગણીનો સ્વીકાર કર્યો હતો અને ૨૦૭૦ સુધીમાં તે સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો હતો. ભારત એક એવો સૌથી મોટો ઉત્સર્જક દેશ છે અને જી-૨૦નો એક માત્ર એવો દેશ છે કે જેમણે હજુ સુધી નેટ ઝીરો ટાર્ગેટની જાહેરાત કરી નથી. આખરે આ નેટ ઝીરો શું છે ? નેટ ઝીરો એવી સ્થિતિનો નિર્દેશ આપે છે કે જેમાં દેશ દ્વારા ઉત્પાદિક કાર્બન ડાયોક્સાઇડે ગ્રીન ગેસ કુદરતી ઉકેલ દ્વારા સંપૂર્ણપણે દહન કરવામાં આવે છે અથવા તો એડવાન્સ્ડ ેટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ એક એકમાત્ર એવો ગેસ છે કે તે સરળતાથી વાતાવરણમાંથી દૂર થઇ જાય છે. નેટ ઝીરોની એક વ્યાખ્યા એવી પણ છે કે ‘કાર્બન ન્યૂટ્રલ ગેસ.’ આથી વાતાવરણમાંથી માનવસર્જીત ગેસ ઉત્સર્જનને હટાવવાની કામગીરીની જવાબદારી દરેક દેશ પર છે. નેટ ઝીરો શા માટે મહત્વપૂર્ણ છે ? વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વૈશ્વિક ઉત્સર્જન ૨૦૩૦ સુધીમાં ઘટાડીને લગભગ અડધું કરવા અને ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવું. ચીન આ લક્ષ્યાંક ૨૦૬૦ સુધીમાં સિદ્ધ કરવા માગે છે. નિષ્ણાતો કહે છે કે નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું એ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડીને ક્લાઇમેટ ચેેન્જ સામે કામ લેવાની આ સર્વશ્રેષ્ઠ સિસ્ટમ છે. નેટ ઝીરો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે બે પગલા લેવાની જરુર છે. પ્રથમ પગલું ઉત્સર્જન ઘટાડવાની છે. પ્રથમ પગલું ઔદ્યોગિક પ્રક્રિયાઓની પ્રવૃત્તિ વીજ ઉત્પાદન પરિવહન અને કૃષિ જેવી પ્રવૃત્તિઓમાંથી આપણે જે ઉત્સર્જન વાતાવરણમાં મોકલીએ છીએ તે ઘટાડવાનું છે જ્યારે બીજું પગલું વાતાવરણમાંથી જ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને હટાવી લેવાની જરુર છે.
૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સિદ્ધ કરવાનો વડાપ્રધાન મોદીનો સંકલ્પ : તેનો ખરેખર શું અર્થ થાય છે ?

Recent Comments