અમદાવાદ, તા.૭
અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મના કેસમાં પીડિતાને ન્યાય આપ્યો છે. આ કેસ ૨૦૧૧માં ચાંગોદરમાં બન્યો હતો એક પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે, મહત્ત્વની વાત એ છે કે, કેસને લગતા સાક્ષીઓ ફરી ગયા હતા. પરંતુ કોર્ટે પોતાનો ચુકાદો પીડિતાની તરફેણમાં જ આપ્યો હતો.
કોર્ટે દોષિત અરવિંદ કોળીને ૭ વર્ષની સજા તથા ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦ સાક્ષીઓ ફરી ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ આ કેસમાં માત્ર પીડિતાની જુબાનીને જ માન્ય રાખી છે. આ કેસમાં સરકારી વકીલ તરફથી ૧૧ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરાયા હતા. આ સિવાય પીડિતાએ બનાવ વખતે પહેરેલા કપડાં , તેના મેડિકલ રિપોર્ટ તેમજ પીડિતાના પોતાના નિવેદન પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાંથી કોર્ટે પીડિતાની જુબાનીને સત્ય માનીને તેમજ પીડિતાના કપડાં અને તેના મેડિકલ રિપોર્ટના આધાર પર કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો. તમામ લોકોની જુબાનીને નજર અંદાજ કરી છે. ૨૦ સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં કોર્ટે પીડિતાને ન્યાય આપીને અનેક પીડિતાઓની હિંમત વધારી છે. કઠોરતમ સજાની સાથે-સાથે બળાત્કાર માટે જવાબદાર વિકૃતિઓનો પણ ઈલાજ કરવો પડશે. હાલ આ કેસમાં દોષિતોને ૭ વર્ષની સજા ફટકારી છે. હાલ રાજ્યમાં અને દેશમાં વધતા દુષ્કર્મના બનાવોને લઈને કોર્ટે ચિંતા વ્યકત કરી છે. કોર્ટે કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓને બક્ષવા ન જોઈએ. સાક્ષીઓ હોસ્ટાઈલ થઇ જતા આરોપીઓને પ્રોત્સાહન મળે છે. કોર્ટે પીડિતાની જ જુબાનીને ગ્રાહ્ય રાખી છે. આરોપીને ૭ વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૧માં ચાંગોદરમાં દુષ્કર્મની ઘટના બની હતી.