તિરુવનંતપુરમ્‌,તા.૨૫
૨૧ વર્ષીય બી.એસ.સી વિદ્યાર્થિની આર્યા રાજેન્દ્ર થિરુવનંતપુરમની મેયર બનવા જઈ રહી છે. મેયર તરીકે પદ સંભાળ્યા બાદ આર્ય રાજ્યની સૌથી યુવા મેયર બની જશે. આ સાથે જ આર્યા દેશમાં સૌથી યુવા વયે મેયર બનનારી વ્યક્તિ પણ બની જશે. આર્યા સીપીએમ તરફથી ચૂંટણી લડી હતી. તેણીએ તેની પ્રતિસ્પર્ધી શ્રીકલાને ૨૮૭૨ મતથી હાર આપી હતી. તેણી ચૂંટણીમાં પણ સૌથી યુવા ઉમેદવાર હતી. આર્યા થિરુવનંતપુરમ શહેરના મુદવનમુગલ વોર્ડમાંથી વિજેતા બની છે. આર્યા પહેલા કાવ્યા નામની યુવતી ૨૦૧૯ના વર્ષમાં તેલંગાણાના જવાહર નગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર બની હતી. કાવ્યા ૨૬ વર્ષે મેયર બનનારી દેશની સૌથી યુવા વ્યક્તિ હતી. આર્યાએ ૨૧ વર્ષની ઉંમરમાં જ મેયર બનીને હવે કાવ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આર્યા હાલ બી.એસ.સીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આર્યા ઓલ સેન્ટ્‌સ કૉલેજ થિરુવંતપુરમ ખાતે અભ્યાસ કરે છે. આ સાથે તેણી બાલા સંઘમ સંસ્થાની પ્રમુખ પણ છે. આ ઉપરાંત તેણી સીપીએમની વિદ્યાર્થી પાંખ જીહ્લૈંની સ્ટેટ ઑફિસર પણ છે. એટલું જ નહીં તેણી સીપીએમની બ્રાંચ કમિટિ સભ્ય પણ છે. આર્યા એક ઇલેક્ટ્રિશિયલ રાજેનદ્ર તેમજ એલઆઈસી એજન્ટ શ્રીલથાની દીકરી છે.