(એજન્સી) તા.૨૧
૨૨ વર્ષની ઉંમરમાં વધુ પડતા યુવક પોતાના કરિયરની દિશા નક્કી કરી શકતા નથી, જ્યારે બિહારનો આ યુવક અદ્‌ભુત સ્ટ્રેટજી બનાવીને આ જ ઉંમરમાં સીધો આઈએએસ બની ગયો. તે પણ પ્રથમ પ્રયાસમાં અને વિના કોચિંગે સફળતાની નવી વાર્તા લખીને પોતાનું ભાગ્ય બદલનારા આ યુવકનું નામ છે મુકુંદ કુમાર ઝા. સિવિલ સેવા પરીક્ષા ૨૦૧૯માં મુકુંદે ઓલ ઈન્ડિયામાં ૫૪મી રેન્ક મેળવી છે.
આઈએએસ મુકુંદકુમાર ઝાનો પરિવાર
મુકુંદકુમાર ઝા મુળ રીતે બિહારના મધુબની જિલ્લાના બાબુ બરહી પ્રખંડના બરૂઆરના રહેવાસી છે. તે એકમાત્ર પુત્ર છે. તેમની ત્રણ બહેન છે. આ સૌથી નાના છે. મુકુંદના પિતા મનોજ કુમાર ખેડૂત છે, મા મમતા પ્રાયમરી સ્કૂલમાં ભણાવતી હતી.
મુકુંદકુમારનું ૈંછજીનું શિક્ષણ
તેમણે પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ બિહારના આવાસીય સરસ્વતી વિદ્યાલયથી કર્યો. પછી ૧૨માં સુધીનો અભ્યાસ સૈનિક સ્કૂલ ગોલપાડા આસામથી કર્યો. ત્યારબાદ તે દિલ્હી આવી ગયા અને પન્નાલાલ ગિરીધારીલાલ દયાનંદ એંગ્લો વેદિક (પીજીડીએવી) કોલેજ દિલ્હી યુનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યું.
મુકુંદ કુમાર ઝાની યુપીએસસી પરીક્ષાની તૈયારીની સ્ટ્રેટજી
સ્ટ્રેટજી નંબર ૧
મુકુંદ જણાવે છે કે, ગ્રેજ્યુએશન કર્યા પછી મારી પાસે વર્ષ ૨૦૧૬થી ૨૦૧૯ સુધીનો સમય હતો. માટે એક વર્ષ સુધી મેં માત્ર યુપીએસસી પરીક્ષાની પેટર્નને સમજવામાં કાઢ્યું પછી વર્ષ ૨૦૧૭થી તૈયારી શરૂ કરી.
સ્ટ્રેટજી નંબર ૨
મારી બીજા નંબરની સ્ટ્રેટજી એ હતી કે મેં આ પ્રશ્નનો જવાબ શોધ્યો કે યુપીએસસીની તૈયારી કેવી રીતે કરવી કયા પુસ્તકો વાંચવા.
સ્ટ્રેટજી નંબર ૩
વર્ષ-૨૦૧૬માં મુકુંદ કુમારની યુપીએસસની પરીક્ષાની પેર્ટનને સારી રીતે સમજી ગયા તો તેણે પ્રાથમિક તેમજ મુખ્ય પરિક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ડાઉનલોડ કર્યો અને તેને પોતાના સ્ટડી રૂમમાં લગાવ્યો
સ્ટ્રેટજી નંબર ૪
તૈયારી શરૂ કરવાની સાથે જ સૌપ્રથમ પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કોમન વિષય જેમ કે, અર્થવ્યવસ્થા, પર્યાવરણ, પોલિટિક્સ તેમજ ઈતિહાસ વગેરે વિશે એક સાથે વાચ્યું.
સ્ટ્રેટજી નંબર ૫
પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાની એક સાથે કરવામાં આવતી તૈયારીને ૧૨થી ૧૫ મહિના આપ્યા. બંને પરીક્ષાઓના કંબાઈન્ડ સિલેબસ ઉપરાંત જે પાર્ટ બચ્યા તેને ત્રણથી ચાર મહિનામાં કવર કર્યા.
સ્ટ્રેટજી નંબર ૬
મુકુંદ જણાવે છે કે ૧૫ મહિનાની તૈયારી પછી નવ મહિના બચ્યા તેમાંથી પાંચ મહિના મેં ઓપ્શન સબજેક્ટને આપ્યા.
સ્ટ્રેટજી નંબર ૭
મેં લગભગ ચાર-પાંચ મહિના પહેલા જ પ્રાથમિક પરિક્ષાની તૈયારી પૂરી કરી લીધી હતી ત્યારે ખરા સમયે નર્વસ થયો ન હતો.
સ્ટ્રેટજી નંબર ૮
પ્રાથમિક પરીક્ષાના પહેલાના ત્રણથી ચાર મહિનાનો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. આ સમય ગત ૨૦ મહિના દરમિયાન કરવામાં આવેલી તૈયારીને ચકાસવામાં આપ્યો.
સ્ટ્રેટજી નંબર ૯
મોક ટેસ્ટમાં ઓછા નંબર આવતા પોતાની તૈયારીના નબળા એરિયા પર પકડ બનાવવાનોે પ્રયાસ કર્યો.
ફેસબુક અને ટ્‌વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યા
મુકુંદ કુમાર ઝાને ૨૨વર્ષની ઉંમરમાં આઈએએસ બનવાની સ્ટ્રેટજી એ પણ છે કે, તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગ કર્યું અને પોતાના અભ્યાસના ટાઈમ ટેબલને સ્ટ્રીક્ટ થઈને ફોલા કર્યુ. તેમણે ફેસબુક અને ટ્‌વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધા. મિત્રો, સંબંધીઓના સમારોહમાં પણ ભાગ લેવાનું બંધ કરી દીધું હતું. દરરોજ ૧૨થી ૧૪ કલાક તૈયારી કરી.