(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
ગોડાદરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મુંબઈમાં રહેતા તેના પતિ સહિત સાસુ સસરા સામે પોલીસમાં ફરિયાદ નોધાવી છે. દહેજ ભુખ્યા સાસરીયાઓએ દહેજમાં રૂપિયા ૧૫ લાખ, પીએફના ખાતામાંથી ૧૦ લાખ લીધા બાદ પણ દુકાન ખરીદવા માટે વધુ બે કરોડની માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.
મળતી વિગત મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી શિક્ષીકાના ૨૧મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈ મુલુંડમાં અત્રી ટાવરમાં રહેતા નિમીત હર્ષદ વોરા સાથે લગન્‌ થયા હતા. નિર્મીત મુંબઈમાં સિમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે લગ્ન વખતે નિમીત, તેના પિતા, હર્ષદ ખાંતીલાલ વોરા અને સાસુ ભદ્રાબેન દલારા દહેજમાં રોકડા ૧૫ લાખ લીધા હતા ત્યારબાદ પરિણીતા નોકરી કરતી હતે તે દરમિયાન તેના પી.એફમાં જમા થયેલા ૧૦ લાખ પણ આપ્યા હતા. આટલી મોટી રકમ મેળવી લીધા બાદ પણ મુંબઈમાં ગીરવે મુકેલી દુકાન છોડાવવા માટે પરિણીતા પાસે રૂપિયા ૨ કરોડની માંગણી કરવામાં આવી હતી. પરિણીતાએ તેમની માંગણી નહી સંતોષતા ઘર માથી કાઢી મુકી હતી. છેલ્લા નવ મહિનાથી સુરતના ગોડાદરાસ્થિત પિયર આવી ગયેલી પરિણીતાએ સમાધાન માટે માર્ગ મોકળો રાખ્યો હતો પરંતુ સાસરિયાઓની લાલચૂ વૃત્તિને કારણે સમાધાનકારી વલણ આગળ વધી શક્યું ન હતું. જેથી પતિ નિમીત વોરા સહિત સસરા હર્ષદ અને ભદ્રાબેન હર્ષદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.