(એજન્સી) તા.૨૮
શુક્રવારથી શરૂ થઇ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્ને સદનને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણનો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ, આમ આદમી પાર્ટી (આપ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત ૧૬ પાર્ટીઓ બહિષ્કાર કરશે. આ તમામ પાર્ટીઓ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે તમામ ૧૬ રાજકીય દળ એક નિવેદન જાહેર કરી રહ્યા છીએ કે અમે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરીશું, જે કાલે સંસદમાં આપવામાં આવશે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ એ છે કે ત્રણ કૃષિ કાયદાને વિપક્ષ સાથે ચર્ચા વગર સદનમાં બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ), નેશનલ કોન્ફ્રેન્સ (દ્ગઝ્ર), ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ (્‌સ્ઝ્ર), શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઇ (એમ), આઇજેએમએલ, આરસીપી, પીડીપી, એમડીએમકે, કેરલ કોંગ્રેસ, એઆઇયૂડીએફ. આ સિવાય અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ બહિષ્કાર કરશે. વિપક્ષી દળોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો, ખેડૂત યુનિયનો તથા રાષ્ટ્રના નાગરિકો સાથે કોઈપણ પ્રકારની જરૂરી ચર્ચા વિના જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા બળજબરીપૂર્વક ત્રણેય કૃષિ કાયદા પસાર કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે જ રોષે ભરાયેલા ખેડૂતો છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી દિલ્હી સરહદે શાંતિપૂર્વક દેખાવો કરી રહ્યાં છે. આ વખતે બજેટ સત્ર બે ભાગમાં યોજાશે. પ્રથમ તબક્કો ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે અને તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધવાના છે અને તે ૧૫ ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. જોકે બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ વચ્ચે શરૂ થશે. સંસદમાં ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ પણ રજૂ કરવામાં આવશે.