(એજન્સી) તા.૧૭
મહારાષ્ટ્ર પોલીસના ૩૬પ કેસનો ઉકેલ લાવવામાં મદદ કરનાર શ્વાન રોકી હવે આ દુનિયામાં રહ્યો નથી. રવિવારે રોકીનું મોત નીપજયું રોકીના મૃત્યુ પછી મહારાષ્ટ્ર પોલીસે તેને અંતિમ વિદાય આપી. રોકી તમામ પોલીસ કર્મચારીઓનો પ્રિય હતો. બીડ પોલીસે ટવીટ કરી રોકીના મૃત્યુની માહિતી આપી અને તેની પર દુઃખ વ્યકત કર્યું. બીડ પોલીસે રવિવારે રોકીની તસવીર ટવીટ કરી લખ્યું, સાંજે ૪ વાગે અમારો કલીગ અને સાથી રોકી લાંબી બીમારી પછી મૃત્યુ પામ્યો. તેણે ૩૬પ કેસનો ઉકેલ લાવવામાં અમારી મદદ કરી હતી. તેના મૃત્યુથી બીડ પોલીસ પરિવાર ખુબ જે શોકમાં છે. હિંમતવાન શ્વાનને શ્રધ્ધાંજલિ આપવામાં આવી. જણાવી દઈએ કે કેટલાક શ્વાનને વિશેષ રીતે પોલીસ અને અન્ય કાયદા પ્રવર્તન (ઈડી) કર્મચારીઓને વિવિધ સેવાઓ જેમ કે ડ્રગ્સ અને વિસ્ફોટકની શોધ કરવા, પુરાવા મેળવવા અને લોકોની માહિતી મેળવવા માટે તાલીમ આપવામાં આવે છે.