(એજન્સી)
નવી દિલ્હી, તા.રપ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ, બપોરનો તડકો, પોલીસે કડકાઈથી લાગુ કરી દીધો છે લોકડાઉન, જેમાં માત્ર જરૂરી સેવાઓ જ જારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે રાત્રે ટેલિવિઝન પર આપવામાં આવતા દેશના નામે સંદેશમાં ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા પછી પોલીસ આખી રાત જાહેરાત કરતી રહી પરંતુ તેમ છતાં ખૂબ જ હચમચાવી નાંખનારી સ્થિતિએ ર૦ વર્ષીય અવધેશકુમારને વિવશ કરી દીધો કે તે સાવચેતીને છોડીને, પોલીસ કાર્યવાહીનું જોખમ ઉઠાવીને પણ રસ્તા પર આવી જાય. અવધેશે મંગળવારે રાત્રે જ ઉન્નાવ સ્થિત પોતાની ફેકટરીથી ૮૦ કિલોમીટરના અંતરે વસેલા બારાબંકીમાં પોતાના ગામ તરફ ચાલવાનું શરૂ કરી દીધું હતું અને તે ગુરૂવારે સવારે જ ઘર પહોંચશે. પરંતુ શરત છે. જો રસ્તામાં પોલીસે તેને ના રોકયો તો લગભગ ૩૬ કલાકની આ મુસાફરીમાં અવધેશ કયાંય પણ રોકાઈ શકશે નહીં. એક-બે વખતને છોડીને. અવધેશનો સાથ આપવા માટે લગભગ અન્ય ર૦ વૃદ્ધ જવાન પણ છે જે તેની સાથે ઉન્નાવની ફેકટરીમાં કામ કરે છે.