અમદાવાદ, તા.૧૫
રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામા હાથ ધરવામા આવેલા મતદાન બાદ સોમવારે ૧૮ ડિસેમ્બરના રોજ સવારથી રાજયભરમા એકસાથે ૩૭ જેટલા સ્થળોએ મતગણતરી શરૂ કરવામા આવશે ઉપરાંત બપોર સુધીમા પરિણામો આવી જવાની સંભાવનાની વચ્ચે ચૂંટણીપંચ દ્વારા મતગણતરીના સ્થળોએ ખાસ ૭૦ જેટલા ઓબ્ઝર્વરોની નિમણૂંક કરવામા આવી છે આ ઓબ્ઝર્વરો તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળોએ શનિવાર સાંજ સુધીમા પહોંચી જશે.આ અંગે મળતી માહિતી અનુસાર, આગામી સોમવારને ૧૮ ડિસેમ્બરના રોજ રાજયમા ૯ તેમજ ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામા યોજાયેલી ૧૮૨ બેઠકો પર મતદાન યોજવામા આવ્યુ હતુ.આ બે તબકકાના મતદાન બાદ ૧૮ ડિસેમ્બરના રોજ એકસાથે ૩૭ જેટલા સ્થળોએ મતગણતરી કાર્ય હાથ ધરવામા આવનાર છે આ માટે રાજય ચૂંટણીપંચ તરફથી મતગણતરી હાથ ધરવા માટે ૩૭ જેટલા સ્થળોની પસંદગી કરવામા આવી છે. જેમા અમદાવાદ શહેરમા પોલીટેકનીક ઉપરાંત ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરીંગ કોલેજની સાથે રાજકોટ શહેર અને જિલ્લાની ૮ વિધાનસભા બેઠકો માટે મતગણતરી કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે હાથ ધરવામા આવશે.તો સુરતમા ડો.એલ.એન્ડ એસ.એસ.ગાંધી અન્જિનિયરીંગ કોલેજ અને બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામા આવશે.પંચ દ્વારા આ મતગણતરી કેન્દ્રો માટે ૭૦ જેટલા ઓબઝર્વરોની નિમણૂંક કરવામા આવી છે આ તમામ ઓબ્ઝર્વરો આવતીકાલે શનિવારે સાંજ સુધીમા તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળે પહોંચી જશે એમ સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.