(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
લોકડાઉનનો ત્રીજોે તબક્કો હજુ પૂરો થયો નથી, ચાર દિવસ બાકી છે, તે પહેલાં છુટછાટ સાથે કાપડબજાર ખોલવા દેવાની હિલચાલ સામે વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. સમગ્ર કાપડબજાર અત્યારે રેડ ઝોનમાં છે અને જોે થોડા કલાકની છૂટછાટ આપી દેવામાં આવે તો પરિસ્થિતિ વણસી શકે એવી ભીતિ છે. વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ બુધવારે ફોસ્ટાએ તા.૧૮ મેથી ૩-૩ કલાકના બે સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે માગણી કરી છે. વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ બુધવારે ફોસ્ટાએ તા.૧૮ મેથી ૩-૩ કલાકના બે સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે માગણી કરી છે. જેમાં બે માસના લોકડાઉનના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને રૂા.૧૦ હજાર કરોડનો વેપાર અટકી ગયો છે. જોે સુરતનું ટેક્સટાઈલ માર્કેટ ખૂલે તો અન્ય સેક્ટર જેવા કે વીવીંગ, નિટીંગ, પ્રોસેસિંગ સહિત ઘરઘથ્થુ ટેક્સટાઈલને લગતું કામ કરતી મહિલાઓ પણ આજીવિકા મેળવી શકશે. જેને ધ્યાને લઈને ૩-૩ કલાકના બે સ્લોટમાં ૧૬૫ ટેક્સટાઈલ માર્કેટના ૬૫ હજાર વેપારીઓને દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમાબેન રામોલિયાએ કલેક્ટરને રજૂઆત કરી છે કે, અત્યાર સુધી સચિન જીઆઈડીસીના ૨૨૫૦ એકમો પૈકી ૪૦૦ એકમો દ્વારા બાંહેધરી પત્રક ભરીને એકમો શરૂ કરવા તૈયારી બતાવી છે, પરંતુ થોડા દિવસ પૂર્વે જ બાંહેધરી પત્રકના આધારે જીઆઈડીસીની એક હાર્ડવેર શોપ પોલીસે બંધ કરાવી કલમ ૧૮૮ લગાડી હતી. જેને લઈને ઉદ્યોગોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસ સંકલન સાધીને ઉદ્યોગો અને ઉદ્યોગો સાથે સંકળાયેલી એન્સીલરી કાર્યરત રહે તે માટે વ્યવસ્થા ગોઠવી આપવા માંગ કરી છે.