(એજન્સી) તા.૨૨
ગુરૂવારે સિસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ભારતમાં સંચાલિત ચારમાંથી દર ૩ કંપનીઓ પર કોરોના વાયરસની આ મહામારીના દોરમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અપનાવવાને લીધે સાઈબર હુમલાનું જોખમ ૨૫ ટકા વધી ગયું છે.
દેશની ૭૩ ટકા કંપનીઓ પર સાઈબર હુમલા વધી ગયા છે. તે કહે છે કે કોવિડ-૧૯ની શરૂઆત થયા બાદથી તેમના પર સાઈબર હુમલા ૨૫ ટકા વધી ગયા છે. આ ખુલાસો સિસ્કોના રિપોર્ટમાં થયો હતો. સિસ્કોના ફ્યૂચર ઓફ સિક્યોર રિમોટ વર્ક રિપોર્ટ અનુસાર દેશની મોટાભાગની સંસ્થાઓ વર્ક ફ્રોમ હોમ માટે તૈયાર નહોતી અને તેમને એકાએક તેના માટે તૈયારી કરવી પડી.
સિસ્કોના અહેવાલ અનુસાર ૬૫ ટકા કંપનીઓને સાઈબર સિક્યોરિટી માટે પણ તૈયારી કરી હતી. કે જેથી તેમના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ સુરક્ષિત રીતે કરી શકે. સિસ્કો ઈન્ડિયા અને સાર્કના સિક્યોરિટી બિઝનેસના ડિરેક્ટર વિષાક રમન કહે છે કે તેને ધ્યાનમાં રાખી કંપનીઓ હવે સાઇબર સિક્યોરિટી પાછળ ખર્ચો વધારી રહી છે. ૩૧ ટકા કંપનીઓ હવે તેના પર ધ્યાન આપી રહી છે. ૮૪ ટકા કંપનીઓ કહે છે કે સાઈબર સિક્યોરિટી પર હવે તેમનું ખાસ ધ્યાન છે. અહેવાલ મુજબ સૌથી મોટો પડકાર લોગ ઈન અંગે થયો જેથી સુરક્ષિત એક્સેસ કરી શકાય. વર્ક ફ્રોમ કલ્ચરમાં આશરે ૬૮ ટકા ઓર્ગેનાઈઝેશન સામે સિક્યોર એક્સેસની સમસ્યા આવી હતી. તે ઉપરાંત ૬૬ ટકા ભારતીય કંપનીઓ સામે ડેટા પ્રાઈવસી અને ૬૨ ટકા સામે માલવેર પ્રોટેક્શનનો પડકાર ઊભો થયો હતો.