નવી દિલ્હી, તા.૨૯
ઓલિમ્પિક ચેમ્પિયન દલિલાહ મોહમ્મદે એથલેટિક્સની દુનિયામાં સૌથી જૂના રેકોર્ડમાંથી એકને તોડી દીધો છે. તેણે યૂનાઇટેડ સ્ટેટ્‌સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર વિઘ્ન દોડને ૫૨.૨૦ સેકન્ડમાં પૂરી કરી લીધી હતી. તેણે રવિવારે આઈઓવામાં નવો કીર્તિમાન બનાવ્યો હતો.
તેણે ૨૦૦૩મા રૂસી દોડવીર યૂનિલાય પેચોનકીનાના ૫૨.૩૪ સેકન્ડના જૂના રેકોર્ડને સેકન્ડના ૧૦મા ભાગથી તોડી દીધો હતો.
બે સપ્તાહ પહેલા ટ્રેનિંગ દરમિયાન પડનારી ૨૯ વર્ષના મોહમ્મદે પોતાની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘હું ચોંકી ગઈ છું.’
તેણે કહ્યું, હું પ્રેક્ટિસ દરમિયાન તે સમય સુધી પહોંચી રહી હતી અને મારા કોચે પણ તે કહ્યું કે, કોઈ કારણ નથી કે હું તે રેકોર્ડને ન તોડી શકું.
યુવા સિડની મૈકલોગનિકે આ દોડ ૫૨.૮૮ સેકન્ડમાં પૂરી કરી હતી. તે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર ૦.૧૩ સેકન્ડ ચૂકી ગઈ હતી. તો સ્પૈન્ટર ૫૩.૧૧ સેકન્ડની સાથે ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે ત્રણેયે સપ્ટેમ્બરમાં દોડામાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે અમેરિકી ટીમમાં સ્થાન મેળવી લીધું છે.