મુંબઈ, તા.ર૯
ઈજામાંથી પુનરાગમન કરી રહેલા હાર્દિક પંડ્યાની ઓલ રાઉન્ડ રમત અને રાહુલ ચાહર (૧૦ રનમાં પાંચ વિકેટ)ની શાનદાર બોલિંગથી રિલાયન્સ વને ૧૬મી ડીવાય પાટીલ ટી-ર૦ કપમાં બેંક ઓફ બરોડાને રપ રને હરાવ્યું. રિલાયન્સ વનની જીતમાં ઈજામાંથી મુક્ત થઈ મેદાનમાં ઉતરેલા અન્ય ભારતીય ખેલાડી ભુવનેશ્વર કુમાર અને શિખર ધવને પણ પોતાનું યોગદાન આપ્યું. પંડ્યાએ રપ બોલમાં એક ચોગ્ગો અને ચાર સિકસર સહિત ૩૮ રનની ઈનિંગ રમ્યા બાદ ર૬ રનમાં ત્રણ વિકેટ પણ ઝડપી. ભુવનેશ્વરકુમારે ત્રણ ઓવરમાં ફકત ૧૪ રન આપ્યા પણ તેને કોઈ સફળતા મળી નહીં. ધવને ૧૪ રન બનાવ્યા. ઈજામાંથી મુક્ત થયા બાદ આ ત્રણેય ખેલાડીઓની પ્રથમ મેચ હતી.