(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૪
ગુજરાતમાં અવીરત મેઘમહેર થી લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ હોવાથી પશુપાલકોની હાલત કફોડી બની છે સૂકો ઘાસચારો પલળી જતા અને લીલો ઘાસચારો પાણીમાં ગરકાવ થઇ જતા કોહવાઈ જતા પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ હોવાથી અને રોગચાળામાં પશુઓના મોત નિપજતા દૂધ ઉત્પાદન પર અસર થતા ખર્ચમાં વધારો થતા પશુપાલકો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાતા ગ્રામ્ય વિસ્તારોની આર્થિક જીવાદારો તૂટી જતી બચાવવા રાજ્ય સરકારે પશુપાલકોને લીટર દીઠ ૫ રૂપિયા સબસીડી આપવામાં આવેની માંગ સાથે ગુજરાત કિસાન સભા અરવલ્લી જિલ્લાના હોદેદ્દારોએ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ગુજરાત કિસાન સભા- અરવલ્લીજિલ્લાના હોદ્દેદારોએમહામંત્રી સીઆઈટીયુ ડી.આર.જાદવની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીને ઉલ્લેખીને લખેલ આવેદનપત્ર જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આપી ને રાજ્ય સરકાર પશુપાલન કરતા પશુ પાલકોને લીટર દીઠ રૂ.૫ ની સબસીડી આપવામાં આવેની માંગ કરી જીલ્લામાં આવેલા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા લિટરે ૬૦ રૂપિયા આપવા માટે યોગ્ય માર્ગદર્શિકા આપવામાં આવેની માંગ કરી હતી દૂધ ઉત્પાદક સંઘના ઉડાવ ખર્ચા અને ભ્રષ્ટાચારના બનાવોની વિજીલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવેની માંગ કરી હતી.