મોસાલી, તા.૧૭
માંગરોળ તાલુકામાંથી કોસંબાથી ઝંખવાવ જતાં માર્ગ ઉપર પાતલદેવી રેલવે ફાટક આવે છે. આ ફાટકથી ૭૦૦ મીટરની લંબાઈ ધરાવતો ફાટકથી પાતલદેવી ગામ સુધીનો માર્ગ જર્જરિત હાલતમાં હોય, ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. વાંકલ અને ઝંખવાવ જવા માટે ટૂંકો માર્ગ હોય ગ્રામજનો આજ માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગનું સ્મારકામ કરવા માટે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય પુષ્પાબેન એન.ચૌધરીએ અનેકો વખત લેખિત તથા મૌખિકમાં કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવતા, આખરે આજે તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો આ પ્રશ્ને વાંકલ વનવિભાગની કચેરી ખાતે ધરણા ઉપર બેસનાર હતા. પરંતુ સવારથી જ આ માર્ગની મરામતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, આમ તંત્રની આંખ ખોલવા માટે કોંગ્રેસે કાર્યક્રમ આપ્યો હતો, આખરે ચમત્કારને નમસ્કાર થવા પામ્યો છે.