(એજન્સી) તા.ર૭
પેલેસ્ટીનમાં યહુદી કોલોનીઓના કેટલાક રહેવાસીઓએ એક મસ્જિદ પર હુમલો કર્યો છે. સમાચાર મુજબ કટ્ટરપંથી જાયોનીઓએ પશ્ચિમી તટના રામલ્લાહ નગરની નજીક એક મસ્જિદ પર હુમલો કરી દીધો. ગેરકાયદેસર વસ્તીઓમાં રહેતા આ જાયોનીઓએ અલબીરા મસ્જિદ પર હુમલો કરી તેની દીવાલો પર જાતિવાદી સૂત્રો લખ્યા. આ જાયોનીઓએ આ જ રીતે મસ્જિદથી સંબંધિત ઈમારતને આગ લગાવી દીધી અને પછી ભાગી ગયા. પશ્ચિમી તટમાં ઈઝરાયેલે તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક યહુદી વસ્તીઓ બનાવી રાખી છે. જ્યાં ભારે સુરક્ષામાં રહેતા યહુદી, આસપાસના પેલેસ્ટીની ગામડાઓ અને મસ્જિદો પર હુમલા કરતા રહે છે. ગેરકાયદેસર વસ્તીઓના રહેવાસી લગભગ દરરોજ મસ્જિદુલ અક્સા પર પણ હુમલો કરે છે અને ઈસ્લામ વિરોધી સૂત્રો લગાવે છે. આ બધા હુમલા ઈઝરાયેલી સૈનિકો દ્વારા સુરક્ષા ઘેરામાં રહીને કરવામાં આવે છે. આ દરમ્યાન પેલેસ્ટીની પ્રશાસને પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષમાં પ્રથમ છ મહિનામાં કુલ ર૭ પેલેસ્ટીની ઈઝરાયેલી સૈનિકોના ફાયરિંગમાં શહીદ થયા છે. જેમાં ૭ બાળકો અને ર મહિલાઓ પણ સામેલ છે. ઈઝરાયેલી સૈનિકોના હુમલામાં આ જ રીતે ૧૦૧૭ પેલેસ્ટીની ઘાયલ પણ થયા છે. આ રિપોર્ટ મુજબ પ્રથમ છ મહિનામાં ઈઝરાયેલે આ રીતે ર,૩૩૦ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી જ્યારે પેલેસ્ટીનીઓના ૩પ૭ ઘર અને સંપત્તિને નષ્ટ કરી દીધા.