(એજન્સી) કોલકત્તા, તા. ૩૧
કોલકત્તા યુનિવર્સિટીમાં ૨૭ જાન્યુઆરીના રોજ શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન વધારે ઉગ્ર બન્યું છે. બીએની પરીક્ષામાં ૫૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થતાં વિદ્યાર્થીઓનો હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ એવી માંગણી કરી રહ્યાં છે કે તેમની ઉત્તરવાહીનું ફરી વાર ચકાસણી કરવામાં આવે. કમ્યુનિસ્ટ વિદ્યાર્થીઓની માંગણીને ટેકો આપતાં બીએ,બીએસસી પાર્ટ-૧ ની પરીક્ષામા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ગેટની બહાર દેખાવ કરી રહ્યાં છે, ભારે નારેબાજી કરી રહ્યાં છે. યુનિવર્સિટી સત્તાવાળાઓને મોખિક ગાળાગાળી કરી રહ્યાં છે. ૬૫,૫૪૩ વિદ્યાર્થીઓમાંથી ફક્ત ૨૭,૪૭૫ વિદ્યાર્થીઓ કે જેમના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતા. તેઓ બીએની પરીક્ષામાં પાસ થઈ શક્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ૫૭ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે, કુલ ૧૫,૧૨૫ વિદ્યાર્થીઓમાંથી ૧૦,૩૮૩૮ વિદ્યાર્થીઓ બીએસસીની પરીક્ષામાં પાસ થયાં છે. રાજ્યની શાસક ટીએમસીએ વિદ્યાર્થીઓની માંગણી આગળ ઝૂકવાનો ઈન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું કે સત્તાવાળાઓની સાથે મશલત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કેટલાક અસફળ વિદ્યાર્થીઓ તથા બહારના વિદ્યાર્થીઓએ અશાંતિ માટે જવાબદાર છે. પરિણામો જાહેર થયા બાદ નાપાસ થયેલા એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.