(એજન્સી)                તા.૬

૫, ઓગસ્ટે એટલે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યને નકશામાંથી ભૂંસી નાખ્યાં બાદ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિરનો શિલારોપણ વિધિ કર્યો છે. કાશ્મીરમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા મસ્જિદની શહીદીની કાશ્મીરમાં વિશિષ્ટ દરજ્જાના વંશ સાથે તુલના કરવામાં આવી રહી છે કે જેમાં બંને બહુમતી આક્રમણના કૃત્યો હતાં.

૫, ઓગસ્ટ ૨૦૧૯ના નિર્ણયો પાછળનો મકસદ ભારતના એક માત્ર મુસ્લિમ બહુમતીવાળા રાજ્યના સ્વરુપને ભૂંસી કાઢવાનો હતો. એક વર્ષ પૂર્વે નવા કાયદા દ્વારા જમ્મુ-કાશ્મીરનો અનુચ્છેદ ૩૭૦ હેઠળનો વિશિષ્ટ દરજ્જો પાછો ખેંચીને અને અનુચ્છેદ ૩૫-એ રદ કરીને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીએ આ નિર્ણય જેઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યાં હતાં તેમની જાણ કે સંમતિ બાદ લીધો હતો. બીજી બાજુ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ નિર્ણયના પગલે કાશ્મીરને પણ અન્ય રાજ્યોમાં ભારતીયોને જે અધિકારો અને વિકાસના લાભ મળે છે તે મળશે. ત્રીજો દાવો એવો કરવામાં આવ્યો હતો કે આ નવી વ્યવસ્થાને કારણે નયા કાશ્મીરનું નિર્માણ થશે. ચોથો દાવો એ કરવામાં આવ્યો હતો કે કેન્દ્રને તેના દ્વારા વણસતી જતી સુરક્ષાની સ્થિતિ અને ત્રાસવાદની વધતી જતી સમસ્યા સાથે કામ લેવામાં મદદરૂપ થશે. પરંતુ આ દાવાઓ કેટલા હદે સાચા હતા ?          કાશ્મીરમાં આ નિર્ણયના પગલે ૫, ઓગસ્ટથી જ લેન્ડલાઇન, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, સેટેલાઇટ ચેનલ જેવી તમામ સંચાર સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી. બીજું સપ્તાહો સુધી અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ રહ્યો હતો. સરકારે બહારથી એવો દાવો કર્યો છે કે કાશ્મીરમાં શાંતિ પ્રવર્તે છે પરંતુ વાસ્તવમાં સામાન્ય અને શાંત સ્થિતિ એ એક પ્રકારનો ભ્રામક દાવો હતો.                ૫, ઓગસ્ટ બાદ કાશ્મીરમાં નાગરિક અધિકારો અને સ્વાતંત્ર્યનું વ્યાપક ઉલ્લંઘન જોવા મળ્યું છે. લોકડાઉન અને ઇન્ટરનેટ પ્રતિબંધની જલદ અસરો જોવા મળી છે. નયા કાશ્મીરનું કહેવાતું નિર્માણ ક્યાંય દેખાતું નથી. મોટા ભાગના રાજકીય નેતાઓને નજરકેદમાં રાખવામાં આવ્યાં હતા. આમ ઓગસ્ટ ૫,ના રોજ જે નિર્ણય લેવામાં આવ્યાં છે તેનાથી ખરેખર કોઇ બાબત સિદ્ધ થઇ નથી કે સરકારના દાવાઓ વાસ્તવિકતામાં પરિણમ્યા નથી.

(સૌ. : સ્ક્રોલ.ઈન)