(એજન્સી) તા.૧ર
દિલ્હી યુનિ.ના અરબી વિભાગમાં કાર્યરત અને આ વિભાગના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા પ્રો.વલી અખ્તરનું અવસાન થયું છે. શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં તેમનું મોત નિપજ્યું છે. તેમને કેટલાક દિવસોથી તાવ પણ આવતો હતો. તેમણે દાવો કરતાં જણાવ્યું કે, મંગળવારના દિવસે સાંજે ૪ વાગ્યાની નજીક તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ ટેસ્ટનો રિપોર્ટ આવતા પહેલાં જ તેમનું મંગળવારે સાંજે ૬ઃ૩૦ વાગે મોત નિપજ્યું. તે જામિયાનગરના અબુ ફાઝલ એન્કલેવના રહેવાસી હતા. અહીંથી ડીયુના નોર્થ કેમ્પસમાં કામ કરવા માટે આવતા હતા. જામિયાનગરના આસપાસના વિસ્તારોમાં તે છ જૂનથી પહેલાં સતત પાંચ દિવસ સુધી ખાનગી સહિત સરકારી સાત હોસ્પિટલોના ધક્કા ખાતા રહ્યા પરંતુ ક્યાંય પણ તેમને એડમિટ કરવામાં આવ્યા નહીં. શનિવારે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે કોરોના હોસ્પિટલ નથી. તેમણે જણાવ્યું કે, પ્રો.વલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ જ્યારે અમને ઉપલબ્ધ થશે તો તેની માહિતી પર શેર કરવામાં આવશે.
જામિયા મિલ્લિયા ઈસ્લામિયાથી કર્યો અભ્યાસ
પ્રો.વલી અખ્તર ડીયુના અરબી વિભાગમાં વર્ષ ર૦૦૮થી ર૦૧૧ અને ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન અધ્યક્ષ પદ પર રહ્યા હતા તે ઉપરાંત તે ડીયુની શોધ સમિતિ બોર્ડના સભ્ય પણ રહી ચૂકયા છે. તે ડીયુ સાથે વર્ષ ૧૯૯૭માં જોડાયા હતા તે ડીયુના અરબી વિભાગમાં ૧૯૯૭થી ર૦૦૩ દરમિયાન કાયમી લેકચરર, ર૦૦૩થી ર૦૦૬ દરમિયાન રીડરના પદ પર હતા. ર૦૦૬થી ર૦૦૯ સુધી એસોસિએટ પ્રો. અને ર૦૦૯ પછી પ્રો.ના પદ પર કાર્યરત હતા. તેમણે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાથી બીએ, એમએ, પીએચડી અને મોર્ડન અરેબિકમાં એડવાન્સ ડિપ્લોમા કર્યું હતું. વર્ષ ૧૯૯૬થી ૧૯૯૭ દરમિયાન જેએમઆઈમાં તદર્થ શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું.