(એજન્સી) મોસ્કો, તા. ૧૨
૭૧ પ્રવાસીઓનો ભોગ લેનારા મોસ્કો વિમાની દુર્ઘટના બાદ રશિયન સત્તાવાળાઓએ વિમાની કાટમાળ, મૃતદેહોની શોધ આદરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. દેશના ઈમરજન્સી મંત્રાલયે કહ્યું કે આ ઘટના આતંકી હુમલાનું પરિણામ પણ હોઈ શકે છે. રશિયન તપાસનીશ અધિકારીઓને વિમાની દુર્ઘટનામાં આતંકવાદીઓનો હાથ હોવાની શંકા એટલા માટે પડી રહી છે કે હતભાગી વિમાનના પાયલટે ઉડાણ દરમિયાન એર ટ્રાફિક કન્ટ્રોલરને કોઈ ટેકનીકલ ખામી કે બીજી કોઈ સમસ્યા અંગે એલર્ટ આપ્યું નહોતું. તપાસ ટીમે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને કોકપિટ રેકોર્ડર સહિત કેટલાક મહત્વના પુરાવાઓ એકત્ર કર્યાં હતા. પુતિને વિમાની દુર્ઘટનાના ઉચ્ચ સ્તરિય આદેશ આપીને એક સમિતિ બનાવી. રશિયન તપાસ સમિતિના પ્રવક્તા સ્વેતલાના પેટ્રકોએ કહ્યું કે આ ઘટનાની ગુનાહિત તપાસ કરવામાં આવશે. ૭૧ પ્રવાસીઓને લઈને જઈ રહેલ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. હતું જેમાં તમામ પ્રવાસીઓના મોત થયાં હતા. વિમાનમાં ૬૫ પ્રવાસીઓ અને ૬ ચાલક દળના સભ્યો હતા. સારાતોવ એરલાઈન્સ દ્વારા સંંચાલિત એક વિમાન વવિરો મોસ્કો પ્રાંતમાં તૂટી પડ્યું. ઘરેલું સારાતોવ એરલાઈન્સ દ્વારા સંચાલિત એન્ટોનોવ એન ૧૪૮ વિમાન ઉરલના શહેર ઓર્સ ભણી ઉડાણ ભરી રહ્યું હતું જ્યારે મોસ્કોની બહારના રમેનસ્કાય જિલ્લામાં તૂટી પડ્યું હતું. ન્યૂઝ એજન્સીએ કહ્યું કે સળગતું વિમાન આકાશમાંથી ધરતી પર તૂટી પડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક ભાગને શોધી કાઢવામાં આવ્યો છે. સાઉથ વેસ્ટ ડોમોડેડોવો એરપોર્ટથી ૨૦ કિમીના અંતરે એડીએસ બી સિગ્નલ સાથેનો સંપર્ક કપાઈ ગયાં બાદ છેલ્લી ઘડીએ વિમાન ૬૨૦૦ થી ૩૨૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. વિમાન દુર્ઘટના પાછળનું કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
૭૧ પ્રવાસીઓનો ભોગ લેનાર મોસ્કો વિમાની દુર્ઘટના બાદ રશિયાએ કાટમાળ, મૃતદેહોની શોધ આદરી

Recent Comments