(એજન્સી) તા.૧૯
ઈરાકી અધિકારીઓના રિપોર્ટના આધારે શિશુઓ અને બાળકો સહિત કુલ ૭૯ દર્દીઓની સારવાર માટે શનિવારે તુર્કી લાવવામાં આવ્યા હતા. દર્દીઓની સારવાર હૃદય, આંખ, પ્લાસ્ટિક સર્જરી અને સામાન્ય સર્જરીના રોગો માટે કરવામાં આવશે. મેડિકાના હોસ્પિટલ જે યોજનામાં પાછલા ૧૦ વર્ષથી ઈરાકી આરોગ્ય મંત્રાલયનો સાથ આપી રહ્યું છે તે કોરોનાના કારણે બંધ હતું. ઈરાકી અધિકારીઓના આગ્રહ પર યોજનાને ફરી લાગુ કરવામાં આવી છે. સારવાર દરમ્યાન કોરોનાની વિરૂદ્ધ તમામ સાવધાનીઓ રાખવામાં આવશે. પોતાના પરિવારની સાથે દર્દીઓને એક વિશેષ ફલાઈટમાં ઈસ્તંબુલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા, એરપોર્ટ પર હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હાોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલની આંતરરાષ્ટ્રીય સેવાઓ અને યોજનાઓના નિર્દેશક મહેમત અરૌશીએ જણાવ્યું કે, “અમારે ત્યાં ૧૪૯ પ્રવાસી ઈરાકથી આવ્યા છે. તેમાં ૬પ દર્દી એવા છે જે બાળ આરોગ્ય હૃદય ટ્રાન્સપ્લાંટથી પસાર થશે. તેમાં વધુ પડતા શિશુ છે તુર્કીએ જાહેર અને ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. દર્દી સ્વસ્થ થયા પછી ઈરાક પરત ફરશે.
Recent Comments