(એજન્સી) મુંબઈ, તા.૨૫
ભારત માટે શૂટિંગમાં સાત સાત ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ તેનું ઘર હવે મિની હોસ્પિટલ બની ગયું છે. તેના ઘરમાં હવે પિસ્તોલ કે શૂટિંગ માટે ઉપયોગમાં લેવાતા તમામ સાધનો એક ખૂણામાં મૂકી દેવામાં આવ્યા છે અને તેની જગ્યા લઈ લીધી છે. પેરાસિટામોલ, ઓક્સિજન મોનિટરિંગ મશીન અને અન્ય મેડિકલ સાધનોએ. સમરેશ જંગ ૨૨મી જૂને સત્તાવાળાઓએ તેને કોરોના મુક્તનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ સમય ગાળા સુધી તે અને તેનો પરિવાર ઘરમાં જ ક્વોરન્ટાઇન રહ્યો હતો.