પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા મોહમ્મદ સિરાજે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની સામે પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે ૭ વર્ષમાં પ્રથમ વખત ૫ વિકેટ મેળવનાર ભારતીય ડેબ્યૂટેન્ટ બન્યો છે. આ મેચમાં શુભમન ગિલની સાથે ડેબ્યૂ કરનાર સિરાજે બંને ઇનિંગ્સમાં કુલ ૩૬.૩ ઓવર બોલિંગ કરી કુલ ૫ વિકેટ ઝડપી હતી. તેમાં બંને ઇનિંગ્સમાં કેમરોન ગ્રીનની પણ વિકેટ સામેલ છે. આ ઉપરાંત સિરાજે પ્રથમ ઇનિંગ્સમાં માર્નસ લાબુશૈનની પણ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં સિરાજે ગ્રીન ઉપરાંત ટ્રેવિડ હેડ નેથન લાયનની વિકેટ લીધી. સિરાજથી પહેલા ૨૦૧૩માં મોહમ્મદ શમીએ ભારત માટે તેના ડેબ્યૂ મેચમાં ૫ વિકેટ ઝડપી હતી. શમીએ વેસ્ટઇન્ડીઝ સામે તેની પ્રથમ ટેસ્ટમાં ૯ વિકેટ લીધી હતી. જાણવા જેવી વાત તો એ છે કે, સિરાજને આ મેચમાં મોહમ્મદ શમીના ઇજાગ્રસ્ત થવાના કારણે તક મળી. આ પહેલા રવિચંદ્રન અશ્વિને વર્ષ ૨૦૧૧માં ડેબ્યૂ કરતા દિલ્હીમાં વેસ્ટઇન્ડીઝની સામે ૯ વિકેટ લીધી હતી.