(એજન્સી) તા.પ
ઈઝરાયેલની જેલોમાં કેદ ૮૦થી વધુ પેલેસ્ટીની કેદીઓએ કોરોના થયો છે. વાજ એસોસિએશન ફોર પ્રિઝનર્સ એન્ડ લિબરેટેડ કેદીઓએ આજે ગાઝામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું. કેદીઓને ગિલ્બોઆ જેલમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમાં તે કેદી સામેલ છે જેમની વર્તમાન આરોગ્ય સ્થિતિ અને વૃદ્ધ છે. સંગઠને જણાવ્યું કે આ કેદી સુવિધાઓની વચ્ચે પીડિત કેદીઓને સ્થળાંતરિત કર્યા પછી ગિલ્બોઆ જેલમાંથી અન્ય જેલોમાં પીડિતના ગંભીર સંકેત છે જેનો અર્થ છે કે વાયરસ ચાર મુખ્ય જલોમાં ફેલાઈ રહ્યો છે. મેગિડો, ઓફેર, ગિલ્બોઆ અને શટ્ટા. ગિલ્બોઆમાં જે લોકોએ પાછલા અઠવાડિયે કોરોના લક્ષણોની ફરિયાદ કરી હતી. તેમને ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને ફ્લુ થયો હતો અને તે પોતાની કોઠડીમાં પાછા ગયા હતા. ગિલ્બોઆમાં જેલ પ્રશાસનના દબાણમાં આવ્યા પછી જ એવું થયું હતું. તેણે જરૂરી તપાસને અંજામ આપ્યો. ત્યારે જાણવા મળ્યું કે ૧ર કેદીઓને કોરોના થયો અને તે ગિલ્બોઆમાં તમામ કેદીઓના સંપર્કમાં હતા. જેમની સંખ્યા લગભગ ૯૦ હતી. અધિકાર સમૂહે જણાવ્યું કે તેમણે રોગના પ્રસાર માટે જેલ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા. કુલ મિલાવીને ૧૧ર કેદીઓ કોરોનાથી પીડિત થયા છે. જેમાંથી લગભગ ૩૮ હવે સ્વસ્થ થઈ ગયા છે.