(એજન્સી) તા.૧૪
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે હેબ્રોનની બહાર વેસ્ટ બેંક શહેર હેબ્રોનના એક આઠ વર્ષીય પેલેસ્ટીની બાળકનું કાલે રાત્રે કોરોનાના કારણે મોત નિપજ્યું છે. તેને અસ્થમા અને જન્મજાત હૃદય સંબંધિ સમસ્યા હોવાની સૂચના મળી છે. પેલેસ્ટીન હાલમાં કોરોના વાયરસ ઈન્ફેકશનના પ્રસારને રોકવા માટે ઈમરજન્સીની સ્થિતિમાં છે. જ્યારે આ મહિનાની શરૂઆતમાં પેલેસ્ટીની સરકારે લોકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. સમાચાર મુજબ હેબ્રોનના કબજાવાળું વેસ્ટબેંક કોરોના વાયરસનું ઉપકેન્દ્ર બની ગયું છે. જેમાં આજે જિલ્લામાં કોરોનાના ૧૦૭ નવા કેસ નોંધવામાં આવ્યા અને પૂર્વ જેરૂસલેમમાં ૧૪૯. પેલેસ્ટીનમાં અત્યાર સુધી કુલ ૧૧પ લોકોનાં મોત થયા છે. પેલેસ્ટીન આરોગ્ય મંત્રી માઈ અલ-કઈલએ જણાવ્યું કે રર દર્દી હાલમાં ગંભીર સ્થિતિમાં છે. જેમાંથી ચાર વેન્ટીલેટર પર છે. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલના કબજાના કારણે વેસ્ટબેંક અને ગાઝામાં દર્દીઓને જેરૂસલેમની હોસ્પિટલો સુધી પહોંચવા માટે આરોગ્ય પરમિટ મેળવવું જરૂરી છે. આ દરમ્યાન ઈઝરાયેલમાં કુલ કેસની સંખ્યા ૮૮,૭૩૩ સુધી પહોંચી ગઈ છે જ્યારે ૬૪૩ લોકો મૃત્યુ પામ્યા છે.
Recent Comments