Ahmedabad

અમદાવાદના ર૪૯ સાથે રાજ્યમાં કોરોનાની ત્રેવડી સદી સાથે ૩૧૩ : કુલ આંક ૪૩૯પ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં વધતી જતી ગરમી સાથે કોરોનાના પોઝિટિવ કેસોનો આંક પણ ચિંતાજનક રીતે ઉપરને ઉપર ચઢી રહ્યો છે. આજે અમદાવાદમાં કોવિડ-૧૯ના ર૪૯ દર્દીઓ સાથે રાજ્યમાં પોઝિટિવ દર્દીઓનો આંક ૩૧૩ સુધી પહોંચી ગયો છે. જ્યારે આજરોજ કુલ ૧૭ દર્દીઓના મોત સાથે મોતનો કુલ આંક ર૧૪ થયો છે જ્યારે પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૪૩૯પ થઈ છે તેમાંથી એકલા અમદાવાદમાં જ ૩૦ર૬ દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા કોવિડ-૧૯ના આંક મુજબ રાજ્યમાં આજે ૩૧૩ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ર૪૯ એટલે કે, ૭૦ ટકાથી વધુ કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા. બીજા ક્રમે વડોદરામાં ૧૯, સુરતમાં ૧૩, ગાંધીનગર અને પંચમહાલમાં ૧૦-૧૦, ભાવનગરમાં ૪, આણંદ અને મહેસાણામાં ૩-૩ તથા અરવલ્લી અને દાહોદમાં ૧-૧ કેસ નોંધાયા હતા. એ જ રીતે આજના જે ૧૭ મોત નોંધાયા તેમાંથી ૧ર મોત અમદાવાદમાં જ એ પણ મોટાભાગે સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે. જ્યારે સુરતના ત્રણ તથા આણંદ (ખંભાત) તથા વડોદરાના એક-એક મોતનો સમાવેશ થાય છે. આ ૧૭ મોત પૈકી ૧ર વ્યક્તિઓ એવી હતી કે જેઓ કિડની, ડાયાબિટીસ, પ્રોસ્ટેટ, મગજ, હાયપર ટેન્શન, અસ્થમા, ઝેરી કમળા જેવી વિવિધ બીમારીથી પીડાતા હતા. જ્યારે બાકી પ દર્દીઓ સંપૂર્ણ રીતે કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામ્યા હતા. આજે રાજ્યમાંથી કોવિડ-૧૯ના કુલ ૮૬ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમાં અમદાવાદમાં સૌથી વધુ પ૩ દર્દીઓ સાજા થયા હતા જ્યારે સુરતમાં ૧૪, મહિસાગરમાં પ, ભરૂચમાં ૪, બનાસકાંઠા અને મહેસાણામાં ૩-૩ તથા આણંદ, કચ્છ, પંચમહાલ અને રાજકોટમાં ૧-૧ દર્દીઓનો સમાવેશ થાય છે. આમ રાજ્યમાં આજદિન સુધી કોવિડ-૧૯ના કુલ ૪૩૯પ દર્દીઓ નોંધાયા છે તે પૈકી ૩૩ દર્દી હાલ વેન્ટીલેટર પર છે અને ર૧૪ દર્દી મૃત્યુ પામ્યા છે જ્યારે ૬૧૩ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આમ હાલ ૩પ૩પ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સ્ટેબલ હાલતમાં સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આજદિન સુધી ૪પ૦૮૯ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં ૪૧પર૭ લોકોને હોમ ક્વોરન્ટાઈન, ૩૪૦૧ લોકોને સરકારી ફેસિલિટીમાં તથા ૧૬૧ લોકોને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

છેલ્લા ર૪ કલાકમાં
નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ર૪૯
આણંદ ૦૩
અરવલ્લી ૦૧
ભાવનગર ૦૪
દાહોદ ૦૧
ગાંધીનગર ૧૦
મહેસાણા ૦૩
સુરત ૧૩
વડોદરા ૧૯
પંચમહાલ ૧૦
કુલ ૩૧૩

રાજ્યમાં કાવિડ-૧૯ના આજદિન સુધીના કુલ કેસો અને કુલ મોત

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૩૦ર૬ ૧૪૯ ૩૧૬
વડોદરા ર૮૯ ૧૭ ૮૭
સુરત ૬૧૪ રપ પ૪
રાજકોટ પ૮ ૦૧ ૧૭
ભાવનગર ૪૭ ૦૫ ર૧
આણંદ ૭૪ ૦૪ ર૪
ભરૂચ ૩૧ ૦૨ ર૦
ગાંધીનગર ૪૮ ૦૨ ૧ર
પાટણ ૧૭ ૦૧ ૧૧
પંચમહાલ ૩૪ ૦૨ ૦૩
બનાસકાંઠા ૨૮ ૦૧ ૦૪
નર્મદા ૧૨ ૦૦ ૧૦
છોટાઉદેપુર ૧૩ ૦૦ ૦૬
કચ્છ ૦૬ ૦૧ ૦પ
મહેસાણા ૧૧ ૦૦ ૦પ
બોટાદ ર૦ ૦૧ ૦ર
પોરબંદર ૦૩ ૦૦ ૦૩
દાહોદ ૦પ ૦૦ ૦૧
ગીર-સોમનાથ ૦૩ ૦૦ ૦ર
ખેડા ૦૬ ૦૦ ૦ર
જામનગર ૦૧ ૦૧ ૦૦
મોરબી ૦૧ ૦૦ ૦૧
સાબરકાંઠા ૦૩ ૦૦ ૦ર
અરવલ્લી ૧૯ ૦૧ ૦૦
મહીસાગર ૧૧ ૦૦ ૦પ
તાપી ૦૧ ૦૦ ૦૦
વલસાડ ૦૫ ૦૧ ૦૦
નવસારી ૦૬ ૦૦ ૦૦
ડાંગ ૦ર ૦૦ ૦૦
સુરેન્દ્રનગર ૦૧ ૦૦ ૦૦
કુલ ૪૩૯પ ર૧૪ ૬૧૩