Gujarat

અમરેલી જિલ્લાનું ધો.૧૦નું ૫૩.૩૦ ટકા પરિણામ સૌથી વધુ માળિયા કેન્દ્રનું ૮૨.૪૧ ટકા પરિણામ

અમરેલી, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થતા અમરેલી જિલ્લાનું ૫૩.૩૦ ટકા પરિણામ આવ્યું હતું,ગયા વર્ષની સરખામણીએ ૮.૩૫ ટકા પરિણામ ઘટીને આવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળેલ હતો,જિલ્લાના ૨૮ પેટા કેન્દ્રોમાંથી સૌથી વધુ જાળીયા કેન્દ્રનું ૮૨.૪૧ ટકા પરિણામ આવ્યું હતું જયારે સૌથી ઓછું વંડા કેન્દ્રનું ૩૦.૯૨ ટકા પરિણામ આવ્યું હતું, જયારે અમરેલી કેન્દ્રનું ૬૩.૧૨ ટકા પરિણામ આવેલ હતું જે ગયા વર્ષ કરતા ૧૦.૧૩ ટકા ઘટ્યું હતું ગયા વર્ષે અમરેલી કેન્દ્રનું ૭૩.૮૫ ટકા પરિણામ આવેલ હતું માર્ચ ૨૦૨૦ની પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિ નાબૂદ કરતા સમગ્ર જિલ્લાનું પરિણામ ઘટ્યું હતું જિલ્લામાં કુલ ૧૭૭૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૧૭૫૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ૯૩૩૩ વિદ્યાર્થીઓ પાસ થયેલ હતા જયારે ૮૧૭૮ વિદ્યાર્થીઓ નાપાસ થયેલ હતા, વંડા કેન્દ્રનું ૨૦૧૯માં ૪૯.૬૨ ટકા હતું તેમાંથી ૧૮.૬૯ ટકા ઘટીને જિલ્લામાંથી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આવેલ હતું.
ગ્રેડ વાઈઝ પરિણામ
એ૧-૧૮, એ૨-૩૮૧,
બી૧-૧૧૬૩, બિ૨-૨૩૧૪,
સી૧-૩૩૮૫, સી૨-૧૯૨૩,
ડી-૧૪૯,
ઈ૧-૩૭૧૭, ઈ૨-૪૪૬૧,
ઈ.ક્યુ.સી.૯૩૩૩, પરિણામ-૫૩.૩૦ ટકા
જિલ્લામાં જીરો ટકા પરિણામ ધરાવતી ૫ શાળા જયારે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૬ શાળા
જિલ્લામાં જીરો ટકા પરિણામ ધરાવતી ૫ શાળા નોંધાઈ છે જે ગયા વર્ષની સરખાણીએ ૪નો તફાવત આવેલ છે ૨૦૧૯માં જીરો ટકા ધરાવતી શાળા એક માત્ર હતી જેમાં ચારનો આ વર્ષે વધારો થયેલ છે. જયારે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ગયા વર્ષે ૮ હતી તેમાં આ વર્ષે ૨ શાળાનો ઘટાડો થતા ૬ શાળા ૧૦૦ ટકા પરિણામ ધરાવતી નોંધાઈ છે.