(એજન્સી)                             તા.૪

ઈરાકની સેનાના પ્રવકતાએ શનિવારે કહ્યું હતું કે ઉત્તર બગદાદમાં ઈમામ હુસૈન અલૈહિસ્સલામના મજારશરીફ પર આવેલા યાત્રીઓને લક્ષ્યાંક બનાવવાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી હતી. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાકની સેનાના પ્રવકતા  યાહયા રસુલે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ અરબૈઈનની પદયાત્રા નિમિત્તે યાત્રીઓને લક્ષ્યાંક બનાવી આત્મઘાતી હુમલો કરવાની દાઈશની યોજનાને નિષ્ફળ બનાવી ર હુમલાખોરોની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે  દર વર્ષે અરબૈઈનની યાત્રા માટે દસ લાખથી વધુ યાત્રીઓ કરબલાશરીફ પહોંચે છે. જો કે કોરોના વાયરસ મહામારીના પગલે આ વર્ષે વિદેશી યાત્રીઓને આ યાત્રામાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી નથી.