National

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ સમયે પોલીસ દ્વારા ત્રાસવાદી વિકાસ દુબેને લાફો ઝીંકાયો

(એજન્સી) ઉજ્જૈન, તા.૯
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં આઠ-આઠ પોલીસની હત્યા મામલે ઝડપાયેલા વિકાસ દુબેએ ધરપકડ બાદ બૂમો પાડી હતી કે ‘‘હું કાનપુરવાળો વિકાસ દુબે છું’’. દુબેની આ હરકતથી ઉશ્કેરાયેલી પોલીસે તેને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં વિકાસ દુબે બૂમો પાડતો અને ત્યારબાદ પોલીસે તેને લાફો માર્યાનું જોઈ શકાતું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્‌વીટ કરી માહિતી આપી હતી કે, ઉજ્જૈન પોલીસને અભિનંદન, તેમણે વિકાસ દુબેની ધરપકડ કરી હતી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ મામલે તેમણે ઉત્તરપ્રદેશના પોતાના સમકક્ષ યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. દુબેને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.