Ahmedabad

એક્ઝિટ પોલ : ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યોમાં સત્તા સર કરવા ભાજપ સજ્જ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં મંગળવારે મતદાન યોજાયું હતું અને ત્રીજી માર્ચે પરિણામ જાહેર થશે પરંતુ એક્ઝિટ પોલમાં ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા મેળવે તેવા અણસાર દેખાડ્યા છે. એક્ઝિટ પોલમો દર્શાવાયું છે કે, છેલ્લા ૨૫ વર્ષથી ત્રિપુરામાં સત્તા સંભાળી રહેલા ડાબેરીઓને હરાવી ભાજપ સત્તા મેળવશે. ન્યૂઝ એક્સ જન કી બાતે ભાજપ અને આઇપીએફટીને સંયુક્ત રીતે ૩૧-૩૭ બેઠકો આપી છે. જ્યારે સીપીઆઇએમને ૧૪-૨૩ બેઠકો ફાળવી છે. એક્સિસ માય ઇન્ડિયાએ ભાજપ ગઠબંધનને ૪૫-૫૦ બેઠકો જ્યારે ડાબેરીને ૯-૧૦ બેઠકો આપી છે. સી વોટરે ભાજપને ૨૪-૩૨ બેઠકો આપી જ્યારે ડાબેરીઓને ૨૬-૩૪ બેઠકો આપી વિજયી દર્શાવ્યું છે અને કોગ્રેસને ૦-૨ બેઠકો આપી છે. નાગાલેન્ડમાં ભાજપ સાથેની એનડીપીપી પાર્ટી ૨૭-૩૨ બેઠકો મેળવેે તેવી શક્યતા છે જ્યારે એનપીએફને ૨૦-૨૫ બેૈઠકો અને કોંગ્રેસને ૦-૨ બેઠકો મળી શકે છે. સીવોટરે અહીં ભાજપને ૨૫-૩૧ બેઠકો આપી છે અને કોંગ્રેસને ૦-૪ બેઠકો ફાળવી છે. એનપીએફને ૧૯-૨૫ બેઠકો મળી શકે છે. મેઘાલયમાં એક્સિસ માય ઇન્ડિયાએ ભાજપ ગઠબંધનને ૩૦ જ્યારે કોંગ્રેસને ૨૦ બેઠકો આપી છે. પીડીએફ અને એનસીપીને ત્રણ-ત્રણ બેઠકો દર્શાવી છે. અહ ન્યૂઝ એક્સે ભાજપને ૮-૧૨, કોંગ્રેસને ૧૩-૧૭ અને એનપીપીને ૨૩-૨૭ બેઠકો આપી વિજય અપાવ્યો છે. સી વોટરે ભાજપને ૪-૮, એનપીપીને સૌથી વધુ ૧૭-૨૩ અને કોંગ્રેસને ૧૩-૧૯ બેઠકો આપી છે.