Gujarat

એક્ટિવાને લાત મારી ફોઈ-ભત્રીજીને નીચે ફેંકી લૂંટારૂઓ રોકડ-મોબાઈલ લઈ ફરાર

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
બમરોલી રાયકા સર્કલ પાસેથી રાત્રિના સમયે એક એક્ટિવા પર પરિણીતા અને તેની સાસુ ફોઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ એક્ટિવાને લાત મારી બંનેને નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ મોબાઈલ અને પર્સની લૂંટ કરી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. બંને જણાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, સામાન્ય ઈજા હોવાને કારણે તેમને રજા આપી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના મેઈન રોડ ચંદ્રદીપ સોસાયટીના પટેલનગરમાં રહેતા જયવિજય નાગર જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. તા.૧૧મી મેના રોજ રાત્રિના સવા ૧૨ વાગ્યાના અરસામાં જયની પત્ની અને તેમની ફોઈ એક્ટિવા પર સવાર થઈ ઘરે આવી રહ્યા હતા. ત્યારે બમરોલી રાયકા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે બાઈક પર ત્રાટકેલા બે લૂંટારૂઓએ એક્ટિવાને પાછળથી લાત મારી બંનેને નીચે ફેંકી દીધા હતા. પરિણામે નીચે પટકાતા બંને મહિલાઓને ઈજા પહોંચી હતી. આ જોઈને લૂંટારૂઓએ પોતાની બાઈક ઊભી રાખી પરિણીતાના હાથમાંથી રોકડા રૂા.૪ હજાર ભરેલું પર્સ અને ફોઈના હાથમાંથી રૂા.૫ હજારનો મોબાઈલ લૂંટીને અંધારાનો લાભ લઈ ધૂમ સ્ટાઈલમાં ભાગી છૂટ્યા હતા. બીજી બાજુ બંને મહિલાઓએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. પરંતુ લોકો મદદે આવે તે પહેલાં લૂંટારૂઓ રફૂચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે છેવટે જયભાઈ નાગરે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.