Blog

‘કમ્પાઉન્ડરો ડોકટરો કરતાં વધુ જાણે છે’ ટિપ્પણીના લીધે સંજય રાઉત વિવાદોમાં ફસાયા,IMA એ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો

 

(એજન્સી) મુંબઈ, તા.૨૦
શિવસેનાના નેતા સંજય રાઉત ડોકટરો સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ વિવાદોમાં ફસાયા છે. આ ટિપ્પણીએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વી. વેંકૈેયા નાયડુને પત્ર લખવા ઉશ્કેર્યા છે. સંજય રાઉત રાજ્યસભાના સભ્ય હોવાથી આઈ.એમ.એ.ના મહારાષ્ટ્ર એકમે રાઉત દ્વારા ડોકટરો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. સંજય રાઉતે મરાઠી ટી.વી. ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યું આપતી વખતે ડોકટરો સામે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એમણે કહ્યું હતું કે, ડોકટરો કશું જાણતા જ નથી, કમ્પાઉન્ડરો એમના કરતા સારા હોય છે. હું હંમેશા કમ્પાઉન્ડરો પાસેથી જ દવા લઉં છું ડોકટરો પાસેથી ક્યારે પણ દવા લેતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નકામી સંસ્થા છે કારણ કે એમના લીધે કોરોના વાયરસની મહામારી આવી છે. આઈ.એમ.એ.એ પત્રમાં લખ્યું છે. એસોસીએશનને કહ્યું છે કે અમોએ ૧૬મી ઓગસ્ટની મીટિંગમાં રાઉતની ટિપ્પણીઓને વખોડી કાઢતો ઠરાવ સર્વસંમતીથી પસાર કર્યો હતો. જેમાં રાઉતને પોતાના શબ્દો પાછા ખેંચવા અને ડોકટરો પાસેથી માફી માંગવા કહ્યું છે. વધુમાં સંસ્થાએ કહ્યું છે કે, “આદરણીય નેતા, પત્રકાર અને રાજ્યસભાના સભ્યની આવી અવમાનના જનક, અનાદરકારી અને અપમાનજનક ટિપ્પણીઓથી ડોકટરોની લાગણી દુભાઈ છે. અમોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આ ટિપ્પણીઓની માહિતી આપી છે અને આવી બેજવાબદાર ટિપ્પણીઓથી દૂર રહેવા રાઉતને સૂચના આપવા કહ્યું છે. ઠાકરેને પણ પત્ર લખી રાઉતનું રાજીનામું લેવા વિંનતી કરી છે. આ મુદ્દે ખુલાસો કરતા રાઉતે કહ્યું કે હું ડોક્ટરોના સમુદાયનું ક્યારે પણ અપમાન કરી શકું નહીં અને ખાસ કરીને આ મહામારીમાં એમના યોગદાનને ભૂલી શકાય જ નહીં. મારું નિવેદન ઉર્ૐંને ઉદ્દેશીને હતું. અમુક લોકો આ મુદ્દે રાજકારણ રમવા પ્રયાસો કરી રહ્યા છે. મેં ક્યારે પણ કોઈનું અપમાન કર્યું નથી. ખાસ કરીને હું ડોકટરોનું અપમાન કરી શકું નહીં. ડોકટરો, નર્સો અને વોર્ડ બોયનું યોગદાન આ મહામારી દરમિયાન અભૂતપૂર્વ રહ્યું છે. મેં ઉર્ૐંની ભૂમિકા બદલ ટિપ્પણી કરી હતી અને ઘણા બધા લોકોએ ઉર્ૐંની આલોચના કરી છે.