Gujarat

કુખ્યાત શખ્સે પોલીસ કોન્સ્ટેબલને છરી હુલાવતાં ચકચાર : હોસ્પિટલમાં દાખલ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢના મધ્યમાં આવેલ જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ સંકુલમાં આજે બપોરે બનેલી એક ચકચારી ઘટનામાં એક કુખ્યાત શખ્સે કોર્ટની ઈમારતની અંદર જ ઉશ્કેરાઈ જઈ ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને છરી મારી દેતા ઈજાગ્રસ્ત પો.કો.ને સારવાર માટે જૂનાગઢ મેડિકલ કોલેજની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ સનસનીખેજ બનાવની વિગત મુજબ આજે કોર્ટની તારીખમાં પોલીસ જાપ્તા પાર્ટીના પોલીસ કોન્સ્ટેબલ જગદીહ રામભાઈ આહિર (અનાર્મ પો.કો.) પોતાના ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મોહસીન મલેક ઉર્ફે હોલેહોલે નામનો કુખ્યાત શખ્સ કોર્ટ સંકુલમાં આવ્યો હતો અને કેટલાક અંડર ટ્રાયલ કેદીઓને મળવાનો પ્રયાસ કરતો હતો. જે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ જગદીશ આહિરે સાઈડમાં ઊભા રહેવાનું કહેતા હોલેહોલે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી પો.કો. જગદીશ આહિર ઉપર ઘા કરતા જગદીશ આહિરે આડો હાથ રાખતા પો.કો.ને હાથ પર ઈજા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટ સંકુલમાં સ્ટેનોગ્રાફર રૂમની સામે આ બનાવ બન્યો હતો. એ-ડિવિઝન પોલીસે આ બનાવમાં પો.કો. જગદીશ આહિરની ફરિયાદના આધારે આરોપ હોલેહોલે સામે આઈપીસી ૩૦૭, પ૦૪, ૧૮૬, ૩૩ર, ૩પ૩ અને બીપીએજી ૧૩પ મુજબ હત્યાની કોશીશ, કોર્ટમાં રૂકાવટ વિ. ગુના નોંધી આરોપીની ધરપકડ લેવા તજવીજ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.