(સંવાદદાતા દ્વારા) ડભોઈ,તા.૯
ડભોઇ પોલીસ સ્ટેશનમાં બેચરી વાટામાં વિસ્તાર (તા.ઉમરેઠ, જિ.આણંદ)ની એક ૨૦ વર્ષીય યુવતીએ ફરિયાદ કરી છે કે, ગત તા.૩૦મી ડિસેમ્બરના રોજ હું ડભોઇ તાલુકાનાં રાજલી ગામે મારા સંબંધીના ઘરે આવી હતી ત્યારે રાત્રે ઘર નજીક ખુલ્લામાં બાથરૂમ માટે ગઈ હોય તેજ ગામના ત્રણ ઇસમો દ્વારા મારી ઉપર બળાત્કાર કરી મને મારી ઝૂડી ધાક ધમકી આપી ભાગી ગયા હતા. આ અંગે ડભોઇ પોલીસે યુવતીની ફરિયાદ આધારે કાનૂની તપાસ હાથ ધરી છે. ડભોઇ તાલુકાનાં રાજલી ગામે સંબંધીના ઘરે આવેલ ૨૦ વર્ષીય બેચરી વાટામા વિસ્તાર (તા.ઉમરેઠ, જિ.આણંદ)ની યુવતી ઉપર ત્રણ ઇસમો દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. જ્યારે તે યુવતી દ્વારા ફરિયારમાં જણાવાયું હતું કે, રાજલી ગામે રહેતા મારા સંબંધીના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં જ્યારે રાત્રી સમયે પેશાબ પાણી માટે ગઈ હતી. તે અરસામાં ગામમાં જ નવીનગરી વિસ્તારમાં રહેતો સંજય વસાવા અને તેના બે મિત્રો એ બળજબરી પૂર્વક બળાત્કાર આચરી ધાકધમકી આપી મારી ઝૂડી ફરાર થઈ ગયા હતા. જે અંગે ડભોઇ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ આધારે સંજય વસાવા સહિત તેના અન્ય બે મિત્રો જેમની કોઈ ઓળખ થઈ ન હોય ત્રણે ઇસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.