Gujarat

કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર ગાંડો થયો હતો : મંત્રી જશુમતીબેન

હિંમતનગર, તા.૧૪
ભાજપના રાષ્ટ્રીય નેતા અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે ‘મહિલા ટાઉન હોલ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ કેન્દ્રો પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરેલ જેના અનુસંધાને હિંમતનગરમાં સાબરડેરીના હોલમાં મહિલા ટાઉન હોલ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરેલ હતું. જેમાં સંગઠન મહામંત્રી અને પૂર્વ મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી જશુમતીબેન કોરાટ, પ્રદેશ ભાજપ મંત્રી અને સંગઠન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, ડૉ. રાજલબેેન દેસાઈ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આજરોજ મહિલાઓનું ગૌરવ એવા સુષમા સ્વરાજ દ્વારા મહિલા ટાઉન હોલ ખાતે પ્રોગ્રામના આયોજનના ભાગરૂપે કોલેજ, ડૉક્ટર અને વકીલ બહેનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપતા જશુમતીબેન કોરાટે જણાવેલ કે, ૧૯૯૫થી સતત ભાજપની સરકારે સગર્ભા માતાઓ ધાત્રી માતા તેમજ આંગણવાડી બહેનો માટે અનેક યોજના મૂકી છે. બહેનોના વિવિધ કેન્સરથી માંડી અનેક રોગોની સારવાર પણ સરકાર ફ્રીમાં કરે છે. કોંગ્રેસ સરકારે બહેનોની ચિંતા ન કરી એટલું જ નહીં તેમની સલામતીની ચિંતા પણ કરીને અનેક પગલાં ભર્યા છે અને કાયદામાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. જશુમતીબેન કોટારે વધુમાં જણાવેલ કે, કોંગ્રેસના લોકો ગપગોપાળા ચલાવી સોશિયલ મીડિયામાં વિકાસ ગાંડો થયેલ છે ચલાવે છે, પરંતુ તમારા શાસનમાં ભ્રષ્ટાચાર ગાંડો થયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે જણાવેલ કે, કોંગ્રેસના લોકોએ મહિલાઓને વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો હતો જ્યારે આપણી સરકારે મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.