Sports

કોરોનાઃ શાહિદ આફ્રિદીથી મદદ લેવા આવેલા લોકો ભૂલ્યા ‘સોશિયલ ડિસ્ટન્સ’

નવી દિલ્હી,તા.૧૦
હાલ આખા વિશ્વ પર કોરોના વાયરસનો સંકટ મંડરાઈ રહ્યો છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સ્થિતિ દિવસે-દિવસે ગંભીર બની રહી છે. ત્યાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોરોના સામે લડવા પાકિસ્તાનમાં ઇમરાન સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જેથી જનજીવન થંભી ગયું છે.આ પરિસ્થિતિઓમાં પાકિસ્તાનનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી જરિરૂયાતમંદોની વ્હારે આવ્યો છે. તે કોરોના વાયરસથી લડી રહેલા લોકોની મદદ કરી રહ્યો છે અને અન્ય લોકોને પણ તેમની મદદ કરવા અપીલ કરી રહ્યો છે. માહિતી મુજબ શાહિદ આફ્રિદીએ ૫૦૦ લોકોને રાશન આપી મદદ કરી. પરંતુ હેરન કરનારી વાત એ રહી કે આ દરમિયાન રાશન લેવા આવેલા લોકોએ ‘સોશિયલ ડિસ્ટેન્સ’ ના ધજાગરા ઉડાવ્યા હતા.