Ahmedabad

કોરોનાના લીધે અભ્યાસ બંધ રહ્યો છે ત્યારે શાળાઓ બાદ ખાનગી મેડિકલ કોલેજના છાત્રોની ફીમાં રાહતની માંગ રાજ્યભરની ઘણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રકારની માગણી શરૂ કરતાં કોલેજ સંચાલકો મૂંઝાયા

અમદાવાદ, તા.૨૮
કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે વાલીઓને ફી ભરવામાંથી રાહત અપાવી ત્યારે હવે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા પણ ફીમાં રાહત અને ફી માફીની માગણીઓ કરવામાં આવી રહી છે જેમાં રાજ્યની ઘણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રકારની માગણી શરૂ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્ગજીેૈંં દ્વારા પણ આ વિષયમાં ટેકો આપવામાં આવ્યો છે. રિપોર્ટ્‌સ મુજબ ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન દ્વારા મેડિકલ કોલેજની ફીમાં રાહત આપવાની સાથે તેના માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી માગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. ૨૨ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કે જેમાં ૧૪ હજાર જેટલાક વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં ફીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ મેડિકલ કોલેજમાં પારૂલ મેડિકલ કોલેજે, સ્મીમેર કોલેજ, સીયુ શાહ મેડિકલ કોલેજ સહિતની કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ૩૧મી જુલાઈ સુધીમાં ફી ભરવા અંગે જણાવવામાં આવ્યું છે. આવામાં વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે કે, જે રીતે ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવામાં આવી છે તે રીતે મેડિકલના વિદ્યાર્થીઓને પણ રાહત આપવી જોઈએ. આ પ્રકારની માગણી કરી રહેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસના કારણે તેમના વાલીઓના ધંધા-રોજગાર પર અસર પડી છે આવામાં તેમની પાસેથી કોલેજ દ્વારા ફીની માગણી કરવામાં આવી રહી છે જે ભરવી મુશ્કેલ છે. આ તરફ વિદ્યાર્થીઓને ટેકો આપીને દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને રાહત મળે અને તેમની એક વર્ષની ફી માફ કરવામાં આવે તેવી માગણી છે. જો કોઈ કોલેજ ફી મામલે વિદ્યાર્થીઓનું એડમિશન રદ્દ કરશે કે કોઈ તકલીફ આપશે તો દ્ગજીેૈંં દ્વારા આંદોલન કરવામાં આવશે. વાલીઓએ પણ દલીલ કરી છે કે, કોરોના વાયરસના કારણે અમારા ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે એવામાં અમે આટલી ફી લાવીએ ક્યાંથી ?