InternationalNational

કોરોનાને કારણે ૧૫ કરોડથી વધુ બાળકો ગરીબીમાં ધકેલાયા : યુનિસેફનું આકલન

 

મહામારી અને તેના કારણે લગાવાયેલા લોકડાઉનને લીધે ઓછી અને મધ્યમ આવક ધરાવતા
દેશોમાં ગરીબીમાં રહેનારા બાળકોની સંખ્યા ૧૫ ટકા વધી ૧.૨ અબજ થઈ ચૂકી છે

(એજન્સી) તા.૧૮
યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રન તરફથી પ્રકાશિત કરાયેલા એક વિશ્લેષણમાં કહેવાયું છે કે, કોરોના સંકટે ૧૫ કરોડથી વધુ બાળકોને ગરીબીમાં ધકેલી દીધા છે. મહામારી અને તેના કારણે લગાવાયેલા લોકડાઉનને લીધે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ગરીબીમાં રહેનારા બાળકોની સંખ્યા ૧૫ ટકા વધી ૧.૨ અબજ થઈ ચૂકી છે. આ રિપોર્ટને અનેક માપદંડોના આધારે તૈયાર કરાયો છે જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય દેખરેખ અને રહેવાની જગ્યા ન મળવી સામેલ છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેરીટા ફોર કહે છે કે, જે પરિવાર ગરીબીથી નીકળવાની અણીએ હતા તેમને પાછા ખેંચી લેવાયા છે. જો કે, બીજા લોકો આવી તંગી અને પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે જે તેમને ક્યારેય જોયા નથી. તેમણે કહ્યું કે, સૌથી ચિંતાની વાત એ છે કે, આપણે બધા આ સંકટની શરૂઆત પર ઊભા છીએ અને તેના અંત પર નહીં. રિપોર્ટમાં તમામ સરકારોથી આ બાળકોને ગરીબીથી બહાર લાવવા પગલાં ભરવા આગ્રહ કરાયો છે. રિપોર્ટના લેખક કહે છે કે, સામાજિક સેવા, શ્રમ બજાર અને દૂરસ્થ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં હસ્તક્ષેપ અને રોકાણની જરૂર છે. તે કહે છે કે, સરકારોને હાંશિયામાં ધકેલા બાળકો અને તેમના પરિવારોને પ્રાથમિકતામાં સામેલ કરવા પડશે અને કેશ ટ્રાન્સફર અને બાળભથ્થું, દૂરસ્થ શિક્ષણની તકો, સ્વાસ્થ્ય સેવાઓ તથા સ્કૂલોમાં ભોજન ઉપલબ્ધ કરાવવા જેવી સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓમાં ઝડપી વધારો કરવો પડશે.