International

કોવિડ-૧૯ સૂર્યપ્રકાશ, ગરમ તાપમાન, ભેજ દ્વારા ખતમ થઈ જાય છે : વ્હાઈટ હાઉસ

(એજન્સી) તા.૨૪
અમેરિકાના અધિકારીઓએ એક રિસર્ચ દ્વારા જણાવ્યું કે સૂર્યના કિરણોના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ જલ્દી ખતમ થઈ જાય છે. જોકે આ રિસર્ચને હજુ સાર્વજનિક કરવામાં આવી નથી કારણ કે તેનું હજુ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટીના સાયન્ય એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના એડવાઈઝર વિલિયમ બ્રાયને વ્હાઈટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, સરકારી વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં જાણ્યું કે સૂર્યના કિરણોની પૈથોગેન પર સંભવિત અસર પડે છે. તેમણે કહ્યું, ‘આજ સુધીની અમારી રિસર્ચમાં સૌથી ખાસ વાત તે જાણવા મળી છે કે સૂર્યના પ્રકાશ સપાટી અને હવામાં આ વાયરસને મારવાની ક્ષમતા રાખે છે. તાપમાન અને ભેજમાં આ પ્રકારના પરિણામ સામે આવે છે.’ બ્રાયને મેરીલેન્ડ સ્થિત નેશનલ બાયોડિફેન્સ એનાલિસિસ એન્ડ કાઉન્ટર મેજર્સ સેન્ટરની એક રિસર્ચને પણ રજૂ કરી. આ મુજબ જોવા મળ્યું તે ૨૧થી ૨૪ ડિગ્રી સેલ્સિયસ (૨૦ ટકા ભેજ) તાપમાનમાં લગભગ ૧૮ કલાકમાં વાયરસ અડધો ખતમ થઈ ગયો. દરવાજાના હેન્ડલ અને સ્ટેનલેસ સ્ટીલ પર પણ તેની એટલી જ અસર હતી. ભેજને ૮૦ ટકા વધારવા પર અડધો વાયરસ ૬ કલાકમાં ખતમ થઈ ગયો. જ્યારે આ પરીક્ષણને સૂર્યના કિરણો વચ્ચે કરવામાં આવ્યું તો વાયરસને ખતમ થવામાં બે મિનિટ લાગ્યા. સમાન પરિસ્થિતિઓમાં હવામાં આ વાયરસ દોઢ મિનિટમાં ખતમ થઈ જાય છે. બ્રાયને પોતાની વાત એમ કહેતા ખતમ કરી કે, ગરમીની આ સીઝનમાં એવા પ્રકારનું વાતાવરણ પેદા થશે જેથી આ વાયરસ લોકોમાં ઓછો ફેલાશે. તેમણે કહ્યું કે, આ વાતને પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે ગરમી આવતા જ વાયરસ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે તે વાત માનવી થોડી ગેરજવાબદાર ભરી રહેશે. લોકોએ સોશિયલ ડિસ્ટનસિંગ તથા અન્ય બચાવની રીતનો ઉપયોગ કરતા રહેવું જોઈએ.ઉલ્લેખનીય છે કે ગરમ દેશોમાં કોરોના વાયરસના ફેલાવાના ઓછા મામલા સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ૭૦૦૦ મામલા સામે આવ્યા અને ૭૭ લોકોના મોત થયો છે. ઘણા અન્ય દેશોમાં પણ આ વાયરસના ઓછા ફેલાવાના મામલા સામે આવ્યા છે. અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે ભગે કોવિડ-૧૯ના મામલા ગરમીમાં ઓછા થઈ જાય, પરંતુ અન્ય બીમારીની જેમ શિયાળામાં તેના મામલા ફરીથી સામે આવી શકે છે. હાલમાં તેના પર રિસર્ચ ચાલી રહી છે અને તેની સાર્વજનિક જાહેરાત કરવામાં આવશે. ઘણા સમય પહેલા કહેવાયું હતું કે અલ્ટ્રાવાયલેટ લાઈટ વાયરસને અસર કરી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.