Gujarat

ગર્ભ નિરીક્ષણ કેસમાં લુણાવાડાના ડોક્ટર અને નર્સની ધરપકડ

લુણાવાડા, તા.૩૦
મહીસાગર મુખ્ય મથક લુણાવાડાના ભગત હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ કરી આપતા ગાયનેક ડોક્ટર મયુર ભગત અને દલાલ નર્સ ફાયઝાને ઝડપી લીધી હતી. સાથે-સાથે રજીસ્ટર સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ગર્ભ પરિક્ષણ મળતી માહિતી મુજબ પ્રતિબંધક દળના સ્પેશિયલ સેલ દ્વારા ૨૯ આંતરરાષ્ટ્રીય સહિત અત્યારસુધીના કુલ ૧૦૩ સ્પેશિયલ ઓપરેશન કરવામાં આવ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓને આજે નામદાર પી.સી.પી એન. ડી.ટી ન્યાયાલય બાસવાડામાં રજુ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મિશન નિર્દેશકે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાન સીમાવર્તી ક્ષેત્રો બાસવાડા અને ડુંગરપુર વગેરેમાં ગર્ભવતી મહિલાઓને ગુજરાતમાં લાવી ગર્ભ લિંગ પરિક્ષણ કરાવતી એક ગેંગ સક્રિય હોવાની બાતમી મળી રહી હતી. જેને પગલે સ્પેશિયલ ઓપરેશન પાર પાડવાની રણનીતિ તૈયાર કરવામાં આવી અને નિર્ધારિત રણનીતિ અનુસાર ટ્રેપ ટીમ દ્વારા ગર્ભવતી મહિલાને સહયોગીને ટ્રેપના નાણાં આપીને બાતમીદારના માધ્યમથી દલાલ નર્સ ફાયઝાની પાસે મોકલાવ્યા એમણે કહ્યું કે ગર્ભલિંગ પરિક્ષણની ૨૦ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા. દલાલ નર્સ ગર્ભવતી મહિલાને ગુજરાતના મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સ્થિત ભગત હોસ્પિટલમાં લઇ ગઈ જ્યાં ડોક્ટર મયુર ભગતને ગર્ભવતી મહિલા સોનોગ્રાફી કરી અને ગર્ભના લિંગનું પરિક્ષણ કરીને જાણકારી આપી ઈશારો મળતા જ ટ્રેપ ટીમે આરોપી ડોક્ટર મયુર ભગત અને દલાલ નર્સ ફાયઝાને ઝડપી લીધી હતી સાથે-સાથે રજીસ્ટર સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.